આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(દક્ષિણાયન સૌર હેમંતઋતુ), મંગળવાર, તા. ૧૯-૧૨-૨૦૨૩, પંચક, ભદ્રા
ભારતીય દિનાંક ૨૮, માહે માર્ગશીર્ષ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માર્ગશીર્ષ સુદ-૭
જૈન વીર સંવત ૨૫૫૦, માહે માર્ગશીર્ષ, તિથિ સુદ-૭
પારસી શહેનશાહી રોજ ૬ઠ્ઠો ખોરદાદ, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૬ઠ્ઠો ખોરદાદ, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૪થો શહેરેવર, માહે ૧૦મો દએ, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૫મો, માહે ૬ઠ્ઠો જમાદીલ આખર, સને ૧૪૪૫
મીસરી રોજ ૭મો, માહે ૬ઠ્ઠો જુમાદીલ આખર, સને ૧૪૪૫
નક્ષત્ર પૂર્વાભાદ્રપદા મધ્યરાત્રે ક. ૨૪-૦૧ સુધી, પછી ઉત્તરા ભાદ્રપદા.
ચંદ્ર કુંભમાં સાંજે ક. ૧૮-૨૦ સુધી, પછી મીનમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: કુંભ (ગ, સ, શ, ષ), મીન (દ, ચ, ઝ, થ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૦૭, અમદાવાદ ક. ૦૭ મિ. ૧૬ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૦૩, અમદાવાદ ક. ૧૭ મિ. ૫૭ સ્ટા. ટા.
: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :
ભરતી : સાંજે ક. ૧૭-૦૬, મધ્યરાત્રિ પછી ક. ૦૫-૧૫ (તા. ૨૦)
ઓટ: સવારે ક. ૧૧-૦૧, રાત્રે ક. ૨૨-૪૮
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, માર્ગશીર્ષ શુક્લ – સપ્તમી. પંચક, ભદ્રા બપોરે ક. ૧૩-૦૬ થી મધ્યરાત્રે ક. ૨૪-૦૮.
શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ.
મુહૂર્ત વિશેષ: વાસ્તુકળશ, અજૈક્યપાદ દેવતાનું પૂજન, મંગળ-ગુરુ ગ્રહદેવતાનું પૂજન, આંબો વાવવો, પરગામ પ્રયાણ મધ્યમ, ખેતીવાડી, નિત્ય થતાં પશુ લેવડદેવડના કામકાજ, જૂના અધૂરાં જટિલ કાર્યો પૂર્ણ કરવા. જોખમવાળા કામકાજ, રમતગમત, યંત્ર, મશીન સંબંધિત કામકાજ, જળ સંબંધિત કામકાજ.
આચમન: ચંદ્ર-મંગળ ચતુષ્કોણ, ક્રોધિત સ્વભાવ, ચંદ્ર-નેપ્ચ્યૂન યુતિ ત્વરિત નિર્ણય શક્તિ, ચંદ્ર-સૂર્ય ચતુષ્કોણ પુરુષાર્થી સ્વભાવ.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-મંગળ ચતુષ્કોણ, ચંદ્ર-નેપ્ચ્યૂન યુતિ, ચંદ્ર-સૂર્ય ચતુષ્કોણ (તા. ૨૦)
ગોચરગ્રહો: સૂર્ય-ધનુ, મંગળ-વૃશ્ર્ચિક, વક્રી બુધ-ધનુ, વક્રી ગુરુ-મેષ, શુક્ર-તુલા, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ-મેષ, માર્ગી નેપ્ચ્યૂન-મીન, માર્ગી
પ્લુટો-મકર.