આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(દક્ષિણાયન સૌર હેમંતઋતુ), બુધવાર, તા. ૨૦-૧૨-૨૦૨૩, દુર્ગાષ્ટમી, બુધાષ્ટમી,
ભારતીય દિનાંક ૨૯, માહે માર્ગશીર્ષ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માર્ગશીર્ષ સુદ-૮
જૈન વીર સંવત ૨૫૫૦, માહે માર્ગશીર્ષ, તિથિ સુદ-૮
પારસી શહેનશાહી રોજ ૭મો અમરદાદ, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૭મો અમરદાદ, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૫મો સ્પેન્દાર્મદ, માહે ૧૦મો દએ, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૬ઠ્ઠો, માહે ૬ઠ્ઠો જમાદીલ આખર, સને ૧૪૪૫
મીસરી રોજ ૮મો, માહે ૬ઠ્ઠો જમાદીલ આખર, સને ૧૪૪૫
નક્ષત્ર ઉત્તરા ભાદ્રપદા રાત્રે ક. ૨૨-૫૭ સુધી, પછી રેવતી.
ચંદ્ર મીનમાં ચંદ્ર રાશિ નામાક્ષર: મીન (દ, ચ, ઝ, થ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૦૭, અમદાવાદ ક. ૦૭ મિ. ૧૭ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૦૪, અમદાવાદ ક. ૧૭ મિ. ૫૭ સ્ટા. ટા.
: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :ઽ
ભરતી : સાંજે ક. ૧૮-૩૦, મધ્યરાત્રિ પછી ક. ૦૬-૦૯ (તા. ૨૧)
ઓટ: બપોરે ક. ૧૨-૦૫, મધ્યરાત્રે ક. ૦૦-૦૮
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, માર્ગશીર્ષ શુક્લ – અષ્ટમી. દુર્ગાષ્ટમી, બુધાષ્ટમી, કલ્પાદિ, પંચક. શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: લગ્ન, બુધ-શનિ ગ્રહદેવતાનું પૂજન, ભગવાન સૂર્યનારાયણનું પૂજન, બુધાષ્ટમીના રોજ આરોગ્યપ્રાપ્તી માટે શિવ-પાર્વતી, ગણેશ પૂજાનો મહિમા છે. શિવજીને બિલીપત્ર ચઢાવવા, શિવપરિવારને મગ, ગોળ, અર્પણ કરવા. મગની મિષ્ટાન્ન વાનગી અર્પણ કરવી. નવચંડી પાઠ-હવન, ભૈરવ ચાલીસા મહાકાલની પૂજા, શ્રીસુક્તના પાઠ કરવા. તીર્થમાં તર્પણ શ્રાદ્ધ, સર્વશાંતિ, શાંતિ પૂજા, અર્હિબુર્ધન્ય દેવતાનું પૂજન, ધ્રુવદેવતાનું પૂજન, વ્યતિપાત જન્મયોગ શાંતિપૂજા, બપોરે ક. ૦૩-૫૭ પછી શુદ્ધ સમયમાં રાજ્યાભિષેક, નવી નોકરી, દસ્તાવેજ, દુકાન-વેપાર, નવાં વસ્રો, આભૂષણ, નામકરણ, દેવદર્શન, અન્નપ્રાશન, મિત્રતા કરવી, વ્યવસાયની વાટાઘાટો કરવી. ધાન્ય ભરવું. બી વાવવું. ખેતીવાડી, નવી તિજોરીની સ્થાપના, નિત્ય થતાં ઘર-ખેતર જમીન, પશુ-લેવડદેવડના કામકાજ. જન્મકુંડળીમાં બુધ નબળો હોય તેમણે બુધના જાપ, હવન બ્રાહ્મણ દ્વારા કરવા. આજે દળેલું અનાજ ખાવું નહિ. આચમન: ચંદ્ર-બુધ ચતુષ્કોણ, નાણાવ્યવહારમાં સતર્ક. ખગોળ જ્યોતિષ: ચંદ્ર-બુધ ચતુષ્કોણ
ગોચરગ્રહો: સૂર્ય-ધનુ, મંગળ-વૃશ્ર્ચિક, વક્રી બુધ-ધનુ, વક્રી ગુરુ-મેષ, શુક્ર-તુલા, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ-મેષ, માર્ગી નેપ્ચ્યૂન-મીન, માર્ગી પ્લુટો-મકર.