Panchang

(દક્ષિણાયન સૌર હેમંતૠતુ), રવિવાર, તા. ૩૦-૧૦-૨૦૨૨, સૂર્ય છઠ

ભારતીય દિનાંક ૮, માહે કાર્તિક, શકે ૧૯૪૪
વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૪, કાર્તિક સુદ-૬
જૈન વીર સંવત ૨૫૪૯, માહે કાર્તિક, તિથિ સુદ-૬
પારસી શહેનશાહી ૧૬મો મેહેર, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૨
પારસી કદમી રોજ ૧૬મો મેહેર, માહે ૪થો તીર, સને ૧૩૯૨
પારસી ફસલી રોજ ૧૪મો ગોશ, માહે ૮મો આવાં, સને ૧૩૯૧
મુુસ્લિમ રોજ ૪થો, ૪થો રબી ઉલ આખર, સને ૧૪૪૪
મીસરી રોજ ૫મો, ૪થો રબી ઉલ આખર, સને ૧૪૪૪
નક્ષત્ર મૂળ સવારે ક. ૦૭-૨૬ સુધી, પછી પૂર્વાષાઢા મધ્યરાત્રિ પછી ક. ૨૯-૪૬ સુધી (તા. ૩૧મી), પછી ઉત્તરાષાઢા. સૂર્ય મહાનક્ષત્ર સ્વાતિ, વાહન ગદર્ભ.
ચંદ્ર ધનુમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: ધનુ (ભ, ધ, ફ, ઢ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૩૯, અમદાવાદ ક. ૦૬ મિ. ૦૦ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૦૫, અમદાવાદ ક. ૧૮ મિ. ૪૬ સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી: બપોરે ક. ૧૪-૪૬, મધ્યરાત્રિ પછી ક. ૦૩-૪૭
ઓટ: સવારે ક. ૦૮-૫૦, રાત્રે ક. ૨૦-૪૪
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, કાર્તિક શુક્લ – ષષ્ઠી. સૂર્ય છઠ્ઠ (બિહાર), મંગળ વક્રી.
શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ.
મુહુર્ત વિશેષ:રવિવાર અને સૂર્યપૂજાનો શ્રેષ્ઠ છઠ પૂજાનો પર્વ યોગ. મૂળ જન્મનક્ષત્ર શાંતિ પૂજા, કેતુ ગ્રહ દેવતાનું પૂજન, ઔષધ ઉપચાર, પ્રયાન મધ્યમ, શાંતિ પૌષ્ટિક, સર્વ શાંતિ, વિદ્યારંભ,બી વાવું, ખેતીવાડી, પ્રાણી પાળવાં, મધ્યાન્હનો પ્રવાસ આંબળ ખાઇ પ્રારંભવો, ખેતીવાડી, ધાન્ય ઘરે લાવવું.
આચમન: ચંદ્ર-સૂર્ય અર્ધત્રિકોણ વફાદાર, ચંદ્ર-શુક્ર અર્ધત્રિકોણ કળાપ્રેમી, ચંદ્ર-રાહુ ત્રિકોણ પ્રવાસનો શોખ, ચંદ્ર-હર્ષલ ત્રિકોણ પ્રવૃત્તિશીલ મન.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-સૂર્ય અર્ધત્રિકોણ, ચંદ્ર-શુક્ર અર્ધત્રિકોણ, ચંદ્ર-રાહુ ત્રિકોણ, ચંદ્ર-હર્ષલ ત્રિકોણ, બુધ સ્વાતિ પ્રવેશ, મંગળ સ્તંભી થઈ વક્રી થાય છે.
ગ્રહ ગોચર: સૂર્ય-તુલા, મંગળ-મિથુન, બુધ-તુલા, વક્રી ગુરુ-મીન, શુક્ર-તુલા, શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-કુંભ, વક્રી પ્લુટો-મકર.

RELATED ARTICLES

Most Popular