(દક્ષિણાયન સૌર વર્ષાૠતુ), શુક્રવાર, તા. ૨૩-૭-૨૦૨૧ ગુરુ પૂર્ણિમા, મન્વાદિ
) ભારતીય દિનાંક ૧, માહે શ્રાવણ, શકે ૧૯૪૩
) વિક્રમ સંવત ૨૦૭૭,  શા. શકે ૧૯૪૩, આષાઢ સુદ-૧૪
) જૈન વીર સંવત ૨૫૪૭, માહે આષાઢ, તિથિ સુદ-૧૪
) પારસી શહેનશાહી રોજ ૧૨મો મોહોર, માહે ૧૨મો સ્પેન્દાર્મદ,  સને ૧૩૯૦
) પારસી કદમી રોજ ૭મો અમરદાદ, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૧
) પારસી ફસલી રોજ ૫મો સ્પેન્દાર્મદ માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૦
) મુુસ્લિમ રોજ ૧૨મો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૨
) મીસરી રોજ ૧૪મો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૨
) નક્ષત્ર પૂર્વાષાઢા બપોરે ક. ૧૪-૨૫ સુધી, પછી ઉત્તરાષાઢા. 
) ચંદ્ર ધનુમાં રાત્રે ક. ૧૯-૫૭ સુધી, પછી મકર રાશિ માં 
) ચંદ્ર રાશિ નામાક્ષર: ધનુ (ભ, ધ, ફ, ઢ), મકર (ખ, જ)
) સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૧૩, અમદાવાદ ક. ૦૬ મિ. ૦૮ સ્ટા. ટા.,  
) સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૬,  અમદાવાદ ક. ૧૯ મિ. ૨૪ સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
) ભરતી: સવારે ક. ૧૧-૩૭, રાત્રે ક. ૨૩-૩૨
) ઓટ: સાંજે ક. ૧૭-૪૨, મધ્યરાત્રિ પછી  ક. ૦૫-૩૫ (તા.૨૪)
) વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૭, ‘પરિધાવી’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૩,  ‘પ્લવ’ નામ સંવત્સર, આષાઢ શુક્લ - ચતુર્દશી. ગુરુ પૂર્ણિમા, વ્યાસપૂજા, વ્રતની પૂનમ, આષાઢી પૂનમ, જૈન ચોમાસી ચૌદસ, કોકિલા વ્રતારંભ, મેલા જ્વાલામુખી (કાશ્મીર), અન્વાધાન, ભારતીય શ્રાવણ માસારંભ. શિવશયનોત્સવ (ઓરિસ્સા),  મન્વાદિ, અન્વાધાન, સંન્યાસીના ચાતુર્માસ પ્રારંભ, બુધ પૂર્વમાં અસ્ત. વિષ્ટિ સવારે ક. ૧૦-૪૫ થી રાત્રે ક.૨૧-૨૫. સૂર્ય મહાનક્ષત્ર પુષ્યમાં. વાહન અશ્ર્વ, વાસુપૂજ્ય મોક્ષ કલ્યાણક.
) શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
) મુહૂર્ત વિશેષ: ગુરુ-શિક્ષક-માતા-પિતાનું પૂજન, તર્પણ શ્રાદ્ધ,શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા,શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, વિષ્ણુ સહસ્ત્રનામ વાંચન, તુલસી પૂજા, નવચંડી પૂજા, હવન, મધ્યાહ્નનો પ્રવાસ આંબાની ખીર ખાઈ પ્રયાણ, માલ વેંચવો, મિલકતની લેવડદેવડ, ખેતીવાડીના કામકાજ, ધાન્ય ઘરે લાવવું, પશુ લે-વેચ, આંબળાના ઔષધ બનાવવા.
) આચમન: ચંદ્ર-બુધ પ્રતિયુતિ વિચારોમાં પરિવર્તનો
) ખગોળ જ્યોતિષ: ચંદ્ર-બુધ પ્રતિયુતિ 
) જૈન તિથિ નોંધ: આજ રોજ અન્યત્ર આષાઢ સુદ-૧૫
) ગ્રહ ગોચર: સૂર્ય-કર્ક, મંગળ-સિંહ, અતિચારી માર્ગી બુધ-મિથુન, વક્રી ગુરુ-કુંભ,શીઘ્ર ગતિએ શુક્ર-સિંહ, વક્રી શનિ-મકર, રાહુ-વૃષભ, કેતુ-વૃશ્ર્ચિક, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-કુંભ, વક્રી પ્લુટો-મકર.