Fri May 29 2026

Logo

NEET પેપર લીક પર બોલવું વિશાલ દદલાનીને ભારે પડ્યું? વીડિયો પોસ્ટ કરીને કરી મહત્ત્વની સ્પષ્ટતા

1 day ago
Author: mumbai samachar team
Article Image

Vishal Dadlani Indian Idol


મુંબઈઃ બોલિવૂડના મ્યુઝિશિયન વિશાલ દદલાનીએ થોડા સમય પહેલા નીટ પેપર લીક પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. આ મુદ્દા પર તેમણે કોમન્ટ કરી હતી. આ પ્રતિક્રિયા આપવી એને હવે ભારે પડી રહી છે. રીયાલિયટી શૉ ઈન્ડિયન આઈડલમાંથી એમને દૂર કરી દેવામાં આવ્યો છે. એવી વાત વહેતી થઈ હતી. હવે ગાયકે આ મુદ્દાને લઈને પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. સોશિયલ મીડિયા પર પોતાની વાત શેર કરતા કહ્યું હતું કે, ઈન્ડિયન આઈડલમાંથી મને કાઢી નાખ્યો એ વાત અફવા છે. 

ઓનલાઈન પર વિશ્વાસ ન કરવો
એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા પોતાની વાત કરી હતી. આ પોસ્ટમાં તેમણે ઉદાસ હોવાની એક્ટિંગ કરી હતી. પાછળ ઈન્ડિયન આઈડલનું બોર્ડ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. અંતમાં તે કહે છે હું અહીંયા જ છું.આ વીડિયોમાં તેને એવું કેપ્શન આપ્યું હતું કે, ઓનલાઈન તમે જે કંઈપણ જોઈ રહ્યા છો એ તમામ વસ્તુઓ પર વિશ્વાસ કરવો નહીં. સારી લડાઈ લડતા રહો અને જે કહેવું હોય એ કહેતા રહો. હું એ વિદ્યાર્થીઓને સપોર્ટ કરૂ છું જે નીટ પેપર લીકને લઈને ખૂબ દુખી થયા હતા. દર વર્ષે જે થઈ રહ્યું છે તે ખોટું છે. તેનાથી પણ ખરાબ વાત એ છે કે કોઈ સરકારી એજન્સી જવાબદારી લઈ રહી નથી. સૌથી ખરાબ વાત એ છે કે, મંત્રીઓ ત્યાં બેઠા છે અને દાવો કરી રહ્યા છે કે આ કોઈ મોટો મુદ્દો નથી. 

શૉમાં હજું યથાવત છે
હાલમાં સત્તામાં રહેલા લોકો અશિક્ષિત છે.આ ભારતને બરબાદ કરશે.તમને ગમે કે ન ગમે ભલે તે તમને નારાજ કરે કે ખુશ કરે. આ સત્ય છે. કૃપા કરીને, જો શક્ય હોય તો, સારા લોકોને સત્તામાં લાવો.સારા, શિક્ષિત વ્યક્તિઓને મત આપો. એ નોંધનીય છે કે, વિશાલ વારંવાર હેડલાઇન્સમાં રહે છે.તે દરેક મુદ્દા પર પોતાના સ્પષ્ટ મંતવ્યો રજૂ કરે છે. વિશાલ 'ઇન્ડિયન આઇડોલ' માં જજ તરીકે સેવા આપે છે, અને તેના ગીતોની પણ વ્યાપક પ્રશંસા થાય છે.