Fri May 29 2026

Logo

ઉત્તર પ્રદેશમાં આતંકી મોડ્યુલનો પર્દાફાશ, ISI સાથે જોડાયેલા ચાર યુવાનોની ધરપકડ

1 day ago
Author: Chandrakant Kanoja
Article Image

FILE (PTI)


સહારનપુર : જમ્મુ કાશ્મીરના આતંકી નેટવર્ક સક્રિય કરવાની પ્રકાશમાં આવેલી માહિતી વચ્ચે ઉત્તર પ્રદેશમાંથી આતંકી મોડ્યુલનો પર્દાફાશ થયો છે.  યુપી એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડે સહારનપુરથી ચાર યુવાનોની ધરપકડ કરી છે. તેમજ તે ભારતમાં પાકિસ્તાનના આતંકીઓના ઇશારે સ્લીપર સેલ તૈયાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. 

ભારતીય યુવાનોને ફસાવવા સોશિયલ મીડિયાનો ઉપયોગ

આ કાર્યવાહી યુપી એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ અને યુપી સ્પેશિયલ ટાસ્ક ફોર્સ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી. તેમજ તપાસ એજન્સીઓ અનુસાર, આ નેટવર્ક પાકિસ્તાન સ્થિત ગેંગસ્ટર શહજાદ ભટ્ટી અને આતંકવાદી આબિદ જાદ સાથે જોડાયેલું હતું. જેઓ ભારતીય યુવાનોને ફસાવવા અને તેમને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ માટે તૈયાર કરવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હતા.

સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો 

યુપી એટીએસ અને એસટીએફ સતત ઇનપુટ મળી રહ્યા હતા કે, પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ ભારતમાં આતંકી નેટવર્ક સ્થાપિત કરી રહી છે. આ ઓપરેશનમાં યુવાનોને કટ્ટરપંથી બનાવવામાં આવી રહ્યા છે. તેમજ તેમાં પણ તેની માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં પણ ઇન્સ્ટાગ્રામ અને વિડીયો કોલિંગ એપ્લિકેશનનો ખાસ ઉપયોગ કરવામાં આવતો હતો. 

200થી વધુ શંકાસ્પદ મોબાઇલ નંબરોની તપાસ કરી 

જેની બાદ એટીએસ અને એસટીએફ દ્વારા 200થી વધુ શંકાસ્પદ મોબાઇલ નંબરો અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર દેખરેખ શરૂ કરી હતી. તેમજ  તપાસ દરમિયાન અનેક મહત્વપૂર્ણ લીડ્સ બહાર આવ્યા બાદ આ મોટી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.