Fri May 29 2026

Logo

અભિનેત્રી શહાના ગોસ્વામીએ કર્યો મોટો દાવો, મારા અનેક લોકો સાથે રહ્યા ફિઝિકલ રિલેશન પણ...

1 day ago
Author: mumbai samachar team
Article Image

Shahana Goswami


મુંબઈઃ જ્વિગાટો ફિલ્મમાં ઓન સ્ક્રિન કપિલ શર્માની પત્ની બનેલી શહાના ગોસ્વામીએ પોતાની રિલેશનશીપને લઈને દિલ ખોલીને વાત કરી છે. 40 વર્ષની એક્ટ્રેસ આજે પણ બોલ્ડ અને બ્યૂટીફૂલ દેખાઈ રહી છે. રિલેશનશિપને લઈને તે પોતે કમિટેડ ન હોવાની વાતને સ્વીકારી છે. આ સાથે તેમણે એ વાત પણ કહી કે, હું ઘણા લોકોના સંપર્કમાં છું જેની સાથે મારે ફિઝિકલ રિલેશન પણ છે. એ સમયે શહાના પોતાનાથી 21 વર્ષ મોટા મિલિંદ સોમન સાથે પણ ડેટ કરી ચૂકી છે. 

ચાર વર્ષ પછી અલગ થઈ ગયા
આ વિશે વાત કરતા તેમણે કહ્યું હતું કે, હું મિલિંદ સાથે ડેટ પર હતી. એક સમયે એમની દીવાની હતી. ચાર વર્ષ સુધી ડેટ કર્યા બાદ અમે અલગ થયા હતા.તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે, ઘણીવાર લાઈફ અને રિલેશનશીપને લઈને લોકોએ ખોટી ધારણા બાંધી હતી. આ કારણે ઘણા લોકો ડરે છે. હાલમાં મારી સાથે કોઈ એવો પ્રાયમરી પાર્ટનર નથી. ઘણા લોકો લાંબા સમયથી મારી સાથે જોડાયેલા છે. મારા માટે કોઈની પણ સાથેની રિલેશનશીપ ફાલતું નથી. જેવી રીતે એક વ્યક્તિની જુદી જદી વ્યક્તિ સાથે દોસ્તી હોય છે એ દરેક સાથે અલગ રેપો હોય છે એ જ પ્રકારે મારા આ લોકો સાથે રિલેશન છે. મારા માટે ઓપનનેસનો અર્થ એ છે કે, આમાં કોઈ એક સંબંધને નામનું ટેગ આપવાની જરૂર નથી. એ પણ કોઈ વ્યક્તિ સાથેનો સંબંધ કેમ ન હોય. 

મારો એવો કોઈ ઈરાદો નથી
એવું બિલકુલ જરૂરી નથી કે, કોઈ એક રિલેશનશીપને કોઈ ચોક્કસ દિશામાં જ લઈ જવી જોઈએ. કોઈપણ રિલેશનશીપમાં પ્રેમ અને દોસ્તી હોવી જરૂરી છે. એકસાથે ઘણા લોકો સાથે મારી રિલેશનશીપ હતી.પણ મેં કોઈ સાથે ઘોસ્ટ રિલેશનશીપ રાખી નથી. હું લોકોને ક્યારેય ઈગ્નોર કરતી નથી. આ પ્રકારનું જીવન ક્યારેય અચાનક નથી બનતું. જે વસ્તુ બાહરથી સરળ લાગે છે એમાં ક્યારેય ઈનસિક્યોરિટી અને જેલેસીનો સામનો પણ કરવો પડે છે. ઘણા લોકો મારી લાઈફસ્ટાઈલ અને જીવન જીવવાની શૈલીથી ડરી જાય છે.હું એવા લોકો માટે ઘણી અલગ છું. હું જેને પણ મળું છું એમાં ઘણાય લોકોને પોતાની ઈનસિક્યોરિટી ફીલ થતી હોય છે. આવું કરવા પાછળ મારો એવો કોઈ ખાસ ઈરાદો હોતો નથી પણ હું ઘણી અલગ છું. મારી જે આઝાદી છે એ લોકોને પોતાના વિશે વિચારવા માટે મજબૂર કરી દે છે. હું ઘણા આઝાજ ખ્યાલોમાં જીવું છું