Wed May 20 2026

Logo

મોરબી સિરામિક ઈન્ડસ્ટ્રી ફરી જોશમાં, 670 યુનીટ ફરી શરૂ થયા

16 hours ago
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ પશ્ચિમ એશિયામાં ઊભા થયેલા સંકટ બાદ દેશના ઘણા ઉદ્યોગોને માઠી અસર થઈ હતી, જેમાં સૌરાષ્ટ્રના મોરબીના સિરામિક ઉદ્યોગનો પણ સમાવેશ થાય છે. હવે આ ઉદ્યોગ ફરી જોશમાં આવ્યો હોવાનો દાવો ઉર્જા પ્રધાન રિષિકેશ પટેલે કર્યો હતો.
સિરામિક ઉદ્યોગ કાચા માલના વધતા ખર્ચ, ઔદ્યોગિક પ્રોપેનના ઉપયોગ પર પ્રતિબંધો અને મોંઘા  પરિવહન ખર્ચને કારણે માર્ચના બીજા ભાગથી ઘણા એકમોએ કામગીરી સ્થગિત કરી દીધી હતી. 

પ્રધાને જણાવ્યું હતું કે અગાઉ ગુજરાત ગેસ લિમિટેડ તરીકે ઓળખાતી, જીઈએલ એ મધ્ય પૂર્વીય બજારોની બહાર સોર્સિંગને  કરીને અવિરત ગેસ પુરવઠો આપ્યો હતો અને બાવ પર પણ નિયંત્રણ રાખ્યું હતું.  કંપનીએ ઔદ્યોગિક પ્રવૃત્તિ ફરી શરૂ કરવા માટે મોરબી સિરામિક એસોસિએશન સહિતના હિસ્સેદારો સાથે પણ ચર્ચા કરી હતી.

પ્રધાનના જણાવ્યા મુજબ, મોરબીમાં લગભગ 865 ઔદ્યોગિક એકમો જીઈએલ ના પીએનજી નેટવર્ક સાથે જોડાયેલા છે. 31 માર્ચ સુધીમાં, ફક્ત 83 એકમ કાર્યરત હતા, પરંતુ 17 મે સુધીમાં, 670 થી વધુ એકમો ફરીથી કાર્યરત થઈ ગયા હતા.ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે  કટોકટીના સમયગાળા દરમિયાન ડોમેસ્ટિક અને કમર્શિયલ ક્ષેત્રોમાં પીએનજી નો ઉપયોગ વધાર્યો હતો. 1 માર્ચથી 17 મે દરમિયાન, કંપનીએ લગભગ 40,000 ઘરેલુ પીએનજી કનેક્શન, 13,000 પુનઃજોડાણ અને 500 વ્યાપારી કનેક્શન પૂરા પાડ્યા હતા.