Fri May 29 2026

Logo

'હૈ જવાની તો ઈશ્ક હોના હૈ'ના 'ચુનરી ચુનરી' રીમેક પર ભડક્યા સિંગર અભિજીત ભટ્ટાચાર્ય, વરુણ ધવન પર કર્યો કટાક્ષ

2 days ago
Author: mumbai samachar team
Article Image

Hai Jawani Toh Ishq Hona Hai (2026)


મુંબઈઃ ફિલ્મ 'હૈ જવાની તો ઈશ્ક હોના હૈ'નું ટ્રેલર રિલીઝ થયું ત્યારથી આ ફિલ્મ અનેક રીતે ચર્ચામાં છે. અગાઉ મૌની રોયને વરૂણની મમ્મી તરીકે દર્શાવાતા ઉંમરને લઈને ચર્ચા થઈ હતી. હવે જાણીતા ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ 'ચુનર..ચુનર' ગીતને લઈને પ્રતિક્રિયા આપી છે. છેલ્લા કેટલાક સમયથી બોલિવૂડની ફિલ્મોમાં જૂના ગીતને રીક્રિએટ કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. હકીકત એ પણ છે કે, આ રીક્રિએટના ટ્રેન્ડમાં ગીતની ઓરિજિનલ મજા મરી જાય છે. તો એક વર્ગ એવું પણ કહે છે કે, બોલિવૂડમાં ફિલ્મો આવે છે પણ નવા ગીતનો દુકાળ ચાલી રહ્યો છે. આ માહોલ વચ્ચે ગાયક અભિજીતનું નિવેદન પણ ચર્ચામાં છે. 

જૂનુ ગીત રીક્રિએટ કરવામાં આવ્યું
મૃણાલ ઠાકુર અને પૂજા હેગડે સ્ટારર ફિલ્મ 'હૈ જવાની તો ઈશ્ક હોના હૈ'માં વરૂણ ધવન લીડ એક્ટર છે. આ ફિલ્મમાં સલમાન ખાનની ફિલ્મ 'બીવી નં.1'નું ગીત 'ચુનરી ચુનરી' ને રીક્રિએટ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાંથી ગીતને એક નવા અંદાજમાં રજૂ કરવામાં આવ્યું છે. ગીતના નવા વર્ઝનને લઈને સોશિયલ મીડિયા પર લાંબી ચર્ચા શરૂ થઈ ગઈ છે. ઘણા દર્શકો આ પ્રકારના રીક્રિએશનથી નિરાશ થયા છે ખાસ કરીને 'ચુનરી...ચુનરી' ગીતને લઈને. આ ચર્ચાને વેગ આપતા ગાયક અભિજીતે પણ દિલ ખોલીને પ્રતિક્રિયા આપી હતી. વરૂણ ધવન પર કટાક્ષ કરતા ગીતને લઈને પોતાની નિરાશા વ્યક્ત કરી હતી. અભિજીતે કહ્યું કે, આ ગીત સલમાનના ફિલ્મી કરિયર જ નહીં એની જિંદગીનું સૌથી મોટું ગીત હતું. જ્યારે આ ગીત રીલિઝ થયું ત્યારથી લઈને અત્યાર સુધી આ ગીત ટ્રેન્ડ કરી રહ્યું હતું. 

વરૂણ સેકન્ડ હેન્ડ ફિલ્મો કરે છે
સલમાન ખાનની ફિલ્મી કેરિયરમાં અનેક ગીત હિટ થયા છે પણ આ ગીત સૌથી વધારે પોપ્યુલર અને હિટ ગયું છે. આ એ સમય હતો જ્યારે સલમાન એક રાઈઝિંગ સ્ટાર તરીકે પોતાની ફિલ્મી કેરિયરમાં સફળતા પ્રાપ્ત કરી રહ્યો હતો. આ વાત સાથે તેમણે વરૂણ ધવન પર 'સેકન્ડ હેન્ડ' ફિલ્મ કરવાનો આરોપ મૂક્યો હતો.વરૂણ બોલિવૂડના જૂના હિટ ગીતના નવા વર્ઝન પર નિર્ભર રે છે. વરૂણ માત્ર સેકન્ડહેન્ડ ફિલ્મો કરે છે, પણ એના પિતા ડેવિડ ધવન એ જ ઓરિજિનલ ફિલ્મ કોન્ટેટના ડાયરેક્ટર છે. તેઓ એ જ ગીતનો ઉપયોગ કરે છે જે એ સમયે હીટ થયા હતા. વરૂણ આ ગીતને રીક્રિએટ કરીને સલમાન ખાન ન બની શકે.સલમાન ખાન અને વરૂણ ધવનમાં ઘણો ફરક છે. 

ફિલ્મી ભજન જેવું ગીત બનાવ્યું
મસ્તીભર્યા અંદાજમાં અભિજીતે ઉમેર્યું કે, મને તો આ ગીત ફિલ્મી ભજન જેવું વધારે લાગે છે, જ્યારે હકીકતમાં આ એક રોમેન્ટિક ગીત છે. જેમાં ચુંદડી મેઈન છે. મેકર્સે આ ગીતને રીક્રિએટ કરતા પહેલા મારો કોઈ રીતે સંપર્ક પણ કર્યો નથી.જો તેઓ રીમેક માટે મારી પાસે આવ્યા હોત તો પણ હું બીજીવાર આ ગીત કરતા પહેલા એકવાર વિચાર કરત. સારૂ છે મેં આ નવું ગીત કર્યું નથી. 
આ ગીતમાં સલમાન ખાન અને સુષ્મિતા સેનની એક અલગ કેમેસ્ટ્રી જોવા મળી હતી. અક્ષય રહેજા અને અભિષેક સિંહે આ ગીતનું સંગીત કંપોઝ કર્યું હતું.આ ગીતમાં કોર્યોગ્રાફી રેમોએ કરી હતી