નવી દિલ્હીઃ ચૂંટણી પંચ દ્વારા ચાર રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં તારીખ 23 એપ્રિલ અને 29 એપ્રિલે અમે બે તબક્કામાં મતદાન થશે. જ્યારે કેરળ, આસામ અને પુડુચેરીમાં 9 એપ્રિલે એક તબક્કામાં મતદાન થવાનું છે. તમિલનાડુમાં પણ 23 એપ્રિલ એક જ તબક્કામાં મતદાન થવાનું છે. આ ચૂંટણી પ્રક્રિયામાં કુલ 17.4 કરોડ મતદાતાઓ મતદાન કરવાના છે તેવું ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
મતદાન માટે ચૂંટણી પંચ દ્વારા ખાસ પ્રકારની વ્યવસ્થા
આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કેટલીક મહત્વપૂર્ણ બાબતો પણ જોવા મળશે. દરેક જગ્યાએ સરળતાથી ચૂંટણી નથી યોજાતી, કેટલાક વિસ્તારમાં ચૂંટણી પંચ દ્વારા ખાસ પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવતી હોય છે. આ પાંચ રાજ્યોની કુલ 824 વિધાનસભા બેઠકો માટે મતદાન થવાનું છે. જેના માટે 2.19 લાખ પોલિંબ બુથની વ્યવસ્થા કરવામાં આવશે.
72 કલાકમાં ઇન્ડેક્સ કાર્ડ અને આંકડાકીય અહેવાલો જારી
ચૂંટણી પંચે મત ગણતરી પ્રક્રિયા અને પરિણામોની ઘોષણામાં સંપૂર્ણ પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે ઘણી નવી પહેલ હાથ ધરી છે. ખાસ કરીને પરિણામોની ઘોષણા થયાના 72 કલાકની અંદર ઇન્ડેક્સ કાર્ડ અને આંકડાકીય અહેવાલો જાહેર કરવામાં આવશે તેવું ચૂંટણી પંચે જણાવ્યું છે.
ફોર્મ 17C અને EVM ડેટા વચ્ચે કોઈ મેળ ખાતો ન હોય તો, આવા દરેક કિસ્સામાં VVPAT સ્લિપની ગણતરી ફરજિયાત રહેશે. વધુમાં, જો કોઈ ઉમેદવાર પરિણામોના સાત દિવસની અંદર વિનંતી કરે છે, તો 5 ટકા EVM ની બર્ન મેમરીની ચકાસણી અને ચકાસણી કરવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે.
ક્યા રાજ્યમાં કેટલા પોલિંગ બુથની વ્યવસ્થા કરવામાં આવી?
પોલિંગ બુથની વાત કરવામાં આવે તો, આસામમાં કુલ 31,486 પોલિંગ બુથ બનાવવામાં આવ્યાં છે. જેમાં 3775 શહેરી, 27,711 ગ્રામીણ, 3716 મહિલા પોલિંગ બુથ અને ૧૨૬ મોડેલ મતદાન મથકોનો સમાવેશ થાય છે. કેરળની વાત કરવામાં આવે તો વિધાનસભા ચૂંટણી માટે 30,471 પોલિંગ બુથ ઉભા કરવામાં આવ્યાં છે. જેમાં 6130 શહેરી, 24,341 ગ્રામીણ પોલિંગ બુથ સામેલ છે. પુડુચેરીમાં 1099 પોલિંગ બુથ, તમિલનાડુમાં 75,032 અને પશ્ચિમ બંગાળમાં 80,719 પોલિંગ બુથ બનાવવામાં આવ્યાં છે.
પાંચ રાજ્યની ચૂંટણીમાં આ વખતે શું નવું હશે?
. મતદાન કેન્દ્રો પર મોબાઈલ જમા કરાવવાની સુવિધા
. ઈવીએમ બેલેટ પેપર પર ઉમેદવારનો રંગીન ફોટો અને મોટા અક્ષરમાં નામ
. એક મતદાન કેન્દ્ર પર વધુમાં વધુ 1200 મતદાતાઓ
. સ્પષ્ટ અને સુધારેલ મતદાર માહિતી યાદી
. તમામ મુખ્ય મતદાતા સેવાઓ અને બધા હિસ્સેદારો માટે એક-સ્ટોપ ડિજિટલ પ્લેટફોર્મ
. દરેક પોલિંગ બુથ પર 100 ટકા વેબકાસ્ટિંગ કરવામાં આવશે
. દર બે કલાકમાં ECINET પર મતદાનનો આંકડો અપલોડ કરવામાં આવશે
. પુરૂષો અને મહિલાઓ માટે અલગ અલગ પોલિંગ બુથની વ્યવસ્થા
. મોડેલ મતદાન મથકોની પણ વ્યવસ્થા કરવામાં આવી
. 2.19 લાખ પોલિંબ બુથની વ્યવસ્થા કરવામાં આવશે.