Fri May 01 2026

Logo

ગૂગલ ક્રોમ વાપરતા હોય તો તાત્કાલિક અપડેટ કરજો, 350 કરોડ યુઝર્સના ડેટા પર મોટું જોખમ!

2026-03-15 19:13:15
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ દુનિયાનું સૌથી લોકપ્રિય અને જાણીતુ વેબબ્રાઉઝર ગૂગલ ક્રોમને લઈને એક ગંભીર સુરક્ષાલક્ષી ચેતવણી સામે આવી છે. ગૂગલ કંપનીએ પણ આ વાતની ખાતરી કરી છે. ગૂગલે કહ્યું હતું કે, ક્રોમ બ્રાઉઝરમાં ખતરનાક ખામીઓ જોવા મળી છે, જેને લઈને કંપની પણ ચિંતામાં છે. આનો ફાયદો હેકર્સ ઊઠાવી રહ્યા છે. સુરક્ષા સંબંધીત આ ખામી એટલી ગંભીર માનવામાં આવે છે કે, કંપનીએ ઈમરજન્સી સિક્યોરિટી અપડેટ જાહેર કરવી પડી છે. જોકે, ઘણા મોબાઈલમાં તેની અપડેટ પણ જોવા મળી રહી છે. અનુમાન લગાવવામાં આવ્યું છે કે, 3.5 અબજ ક્રોમ યુઝર્સ આ જોખમથી પ્રભાવિત થઈ શકે છે. 

અપડેટ કરવું જ સલામતી

કંપનીના જણાવ્યા અનુસાર આ જોખમથી બચવા માટે કંપનીએ ગૂગલ પ્લેસ્ટોરમાં કેટલીક અપડેટ જાહેર કરી દીધી છે, જે તે મોબાઈલમાંથી જ આ અપટેડ કરીને સુરક્ષિત ડેટા કરી શકાય છે. હાલમાં અન્ય કોઈ વિગત વિશે વાત ન કરતા માત્ર અપડેટ એ જ સલામતી માનવામાં આવે છે. ફોર્બ્સના રીપોર્ટ અનુસાર ક્રોમમાં CVE-2026-3909 અને CVE-2026-3910 નામની બે ગંભીર સુરક્ષાલક્ષી ખામ જોવા મળે છે. આ શું છે અને કેવી રીતે ગૂગલ ક્રોમને ટાર્ગેટ કરે છે એ અંગે કંપનીઓ કોઈ વાત કરી નથી. આ બન્ને ખામીને ટેકનિકલ ભાષામાં Zero-Day Vulnerability કહેવામાં આવે છે. જેનો અર્થ એ થયો કે, હેકર્સ સરળતાથી લોકોના ડેટા સુધી પહોંચી શકે છે. એવા સમયે તે ત્રાટકી શકે છે જ્યારે કંપનીને એની કોઈ જાણકારી ન હોય. 

હાઈ પ્રાયોરિટી આપવામાં આવી

આ ખામીઓને હાઈ સિવેરિટી કેટેગરીમાં મૂકવામાં આવી છે કારણ કે, તે વેબ બ્રાઉઝરના મુખ્ય એવા કોમ્પોનેટ અને સિસ્ટમને પ્રભાવિત કરી શકે છે. ખાસ વાત એ છે કે, હેકર્સ કોઈ પણ યુઝર્સના ક્રોમમાંથી ડાયરેક્ટ કોડ સુધી પહોંચી શકે છે. પછી તેની અસર ડેટા પર થઈ શકે છે. CVE-2026-3909 Chrome એ ગ્રાફિક્સ સિસ્ટમ સાથે જોડાયેલી ખામી છે. આનાથી હેકર્સ જે તે લિંક જનરેટ કરીને સીધા જ જે તે વેબસાઈટ પર કોઈને ફેંકી શકે. CVE-2026-3910 Chrome જાવા સ્ક્રિપ્ટ એન્જિન વી8માં જોવા મળી છે. આ ખામી ખાસ કરીને HTML પેજના માધ્યમથી હેકર્સને બ્રાઉઝરમાં કોડ મૂકવાની સહમતી આપે છે. 

કંપનીની જવાબદારી

ગૂગલે સુરક્ષા ખામીઓ શોધવા માટે Vulnerability Reward Program પણ શરૂ કર્યો છે. આ પ્રોગ્રામ હેઠળ સિક્યોરિટી રિસર્ચર્સને ખામીઓ શોધવા બદલ ઈનામ આપવામાં આવે છે. કંપનીના જણાવ્યા મુજબ છેલ્લા 15 વર્ષમાં આ પ્રોગ્રામ હેઠળ લગભગ 81.6 મિલિયન ડોલરનું ચુકવણું કરવામાં આવ્યું છે. માત્ર 2025માં જ 17 મિલિયન ડોલરથી વધુનું ઇનામ આપવામાં આવ્યું હતું. ક્રોમની સુરક્ષા મજબૂત રાખવામાં દુનિયાભરના રિસર્ચર્સની મોટી ભૂમિકા માનવામાં આવે છે.યુઝર્સે આ માટે ગૂગલ ક્રોમ અપડેટ કરવાનું છે જેનાથી કંપનીની નવી સિક્યોરિટી સિસ્ટમ અને એક સેટઅપ ગૂગલમાં સેટ થઈ જશે.