શ્રી મોરારીબાપુનું અમૃત રામાયણ
(પૂ. શ્રી મોરારીબાપુની અનુમતિથી પ્રસિદ્ધ થયેલું અધિકૃત રામાયણ) પૃષ્ઠ સંખ્યા: મોટી સાઇઝનાં 1024 પાનાં. રામાયણના પ્રસંગોના અને પૂ. મોરારીબાપુના 16 રંગીન ફોટાઓ (આર્ટપેપર ઉપર). મૂલ્ય: ફક્ત રૂ. 1100 (કુરિયર ફ્રી) પ્રકાશક: એન. એમ. ઠક્કરની કંપની, 140, પ્રિન્સેસ સ્ટ્રીટ, ગોવિંદ બિલ્ડિંગ, દવાબજાર, મુંબઈ 400 002. મો. નં. 9967454445
ભાગ- 1 અને 2 સાથેનું બૃહદ સંપૂર્ણ રામાયણ. પૂ. બાપુએ ‘રામચરિતમાનસ’ ઉપર લંડનમાં કરેલી સૌથી વિસ્તૃત રામકથાના આધારે આ લોકપ્રિય ગ્રંથની રચના કરવામાં આવી છે. આ દળદાર ગ્રંથમાં રામાયણના તમામ પ્રસંગો-કથાનકોની વિસ્તૃત દૃષ્ટાંતસભર શૈલીમાં રજૂઆત કરવામાં આવી છે. આ ગ્રંથની વિશેષતા એ છે કે વાંચકને પ્રત્યક્ષ રામકથા સાંભળી રહ્યા હોય તેનો અનુભવ થાય છે. રામાયણના લવકુશ-કાંડ સહિત આઠ કાંડ, પૂ. બાપુનું જીવન ચરિત્ર, પૂ. તુલસીદાસજીનું જીવનચરિત્ર, શ્રી રામનામ ભજનાવલી, પૂ. બાપુની કથામાં કહેવાયેલાં આખ્યાનો, નરસિંહ દર્શન, સોગઠાબાજી, ચેલૈયાનું આખ્યાન, રામરક્ષા સ્તોત્ર, પૂ. બાપુના મુખે ગવાતી સૂફી વાણી, શેર-શાયરી, ભજન-ધૂનનો પણ આ લોકપ્રિય ગ્રંથમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ‘મુંબઈ સમાચાર’માં આ ગ્રંથનું અવલોકન પ્રકાશિત થયું હતું તેમાં પ્રખ્યાત સાહિત્યકાર પ્રાગજી ડોસા લખે છે ‘તુલસીદાસજીએ ભલે સ્વાન્ત: સુખાય આ ગ્રંથની રચના કરી હોય, પરંતુ લોકહૃદયને આનંદ પમાડનારો આ એક અદ્ભુત ગ્રંથ છે.’
ડિપ્રેશન
શોર્ટ ટેમ્પરની લોંગ ટર્મ ઈફેક્ટ
લેખક: ધનંજય દેસાઈ. મૂલ્ય રૂ. 200 પ્રકાશક: હેમંત એન. ઠક્કર, એન. એમ. ઠક્કરની કંપની, 140, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ - 2 મો. નં. 99674 54445 . (કુરિયર ચાર્જ ફ્રી)
આ પુસ્તકમાં ડિપ્રેશન - માનસિક બીમારીઓનાં લક્ષણ, કારણો અને મારણ - ઉપાયો વિશે જરૂરી માહિતી અપાઈ છે. આજે મોબાઇલના વળગણને કારણે ડિપ્રેશનમાં સરી પડવાના કિસ્સા વધી રહ્યા છે. સોશ્યલ મીડિયાનું વર્ચસ્વ વધી રહ્યું છે, એમાંથી મુક્ત થવાના રસ્તાઓ પણ આ પુસ્તકમાં છે. માનસિક બીમારી પરિવાર પર ભારી પડી શકે છે. સતત મોબાઇલ ગેમ-રીલ જોવાનું વળગણ દૂર કરવા સમયસર પગલાં લેવાં જરૂરી છે. શૉર્ટ ટેમ્પર હોય અને તેમાં ત્વરિત ગુસ્સો થાય તે મોટેભાગે નુકસાન જ કરે છે. અનેક સેલિબ્રિટીઝ પણ માનસિક તણાવમાં રહેતી હોય છે. શૉર્ટ ટેમ્પરને લીધે નજીવી બાબતોમાં લગ્ન પછી છૂટાછેડા થતા હોય છે. નાની વાતને મોટું સ્વરૂપ આપતાં અટકાવવાનું આપણા હાથમાં જ હોય છે. ડિપ્રેશનના દર્દીઓ અને ગુસ્સાવાળી વ્યક્તિઓ માટે કાયમ ઉપયોગી પુસ્તક.
ફોકસ
વિક્ષેપિત દુનિયામાં એકાગ્રતાનું મૂલ્ય
આજે દુનિયામાં આપણા સૌનું ધ્યાન સતત બીજે ખેંચાઈ રહ્યું છે ત્યારે એકાગ્રતા સૌથી કીમતી મૂડી બની ગઈ છે. આપણી આસપાસ માહિતીનો વિસ્ફોટ, વિક્ષેપનો મારો ચાલી રહ્યો છે, જેને કારણે આપણી માનસિક શક્તિ સતત બીજે વપરાઈ રહી છે અને તેનો આપણને ખ્યાલ પણ આવતો નથી. સોશ્યલ મીડિયામાં આપણો એટલો બધો સમય વેડફાઈ જાય છે કે કરવા જેવાં અગત્યનાં કાર્યો આપણે મુલતવી રાખતા થઈ ગયા છે. આ પુસ્તક અસ્તવ્યસ્ત વિચારોને દૂર કરવા અને આપણું મન વેરવિખર કરવા માટે બનેલી આ દુનિયામાં ફરીથી મન પર કાબૂ મેળવવા વિશે છે. એકાગ્રતા એ દરેક વસ્તુનો પાયો છે, જે આપણે મેળવવા માગીએ છીએ. એકાગ્રતા મેળવનાર જીવન બદલાવી શકે છે. તમે તમારી કારકિર્દીમાં સફળતા મેળવવા માગતા હો, વિક્ષેપોથી ભરેલી દુનિયામાં શાંતિ મેળવવા માગતા હો તો આ પુસ્તક ‘ફોકસ’ તમારા માટે કાયમ ઉપયોગી બની રહેશે.
આ પુસ્તક અંગ્રેજીમાં પણ મળી શકશે.
મૂલ્ય રૂ. 200 (કુરિયર ચાર્જ ફ્રી) લેખક: અરશદ કુરેશી
પ્રકાશક: હેમંત એમ. ઠક્કર, એન. એમ. ઠક્કરની કંપની, 140, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ 400 002 મો. નં. 99674 54445.