નેશનલસ્પોર્ટસ

વિરેન્દ્ર સેહવાગ રાજકારણની પીચ પર ઉતારવા માટે તૈયાર? આ પક્ષમાં જોડાય તેવી અટકળો

નવી દિલ્હી: ઘણા ભારતીય ક્રિકેટર નિવૃત્તિ બાદ રાજકારણમાં કિસ્મત આજમાવી ચુક્યા છે, આ યાદીમાં વધુ એક નામનો ઉમેરો થાય એવી શક્યતા છે. એવી અટકળો વહેતી થઇ છે ટીમના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગ (Virender Sehwag) રાજકારણમાં જંપલાવી શકે છે.

સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સેહવાગ રાજકરણમાં પ્રવેશવા તૈયાર છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તે કોંગ્રેસના ઉમેદવાર અનિરુદ્ધ ચૌધરી માટે પ્રચાર કરી રહ્યો છે. ક્રિકેટ એડમિનિસ્ટ્રેટર માંથી રાજકારણી બનેલા અનિરુદ્ધ ચૌધરી હરિયાણાની તોશામ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. અનિરુદ્ધ બીસીસીઆઈના ટ્રેઝરર રહી ચૂક્યા છે. હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી 5 ઓક્ટોબરથી યોજાશે.

સેહવાગે કહ્યું, ‘Team Indiaને કોચિંગ આપતો રહું તો મારા બન્ને દીકરાઓને…’

સોશિયલ મીડિયા પર વાયરલ એક વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સેહવાગે સોશિયલ મીડિયા દ્વારા એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે કોંગ્રેસના અનિરુદ્ધ ચૌધરીને સપોર્ટ કરતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં તે એક ટ્રેક્ટર રેલી જોવા મળી રહી છે. સેહવાગના આ વીડિયો પરથી એવી અટકળો પણ લગાવવામાં આવી રહી છે કે તે કોંગ્રેસમાં જોડાઈ શકે છે.

જો કે, સેહવાગના કોંગ્રેસમાં જોડાવા અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. સહેવાગ કે કોંગ્રેસ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. આ દાવો વાયરલ વીડિયોમાં કરવામાં આવ્યો છે.

આ પહેલા ઘણા ભારતીય ક્રિકેટરો નિવૃત્તિ બાદ રાજકારણ સાથે સાથે જોડાયા છે જેમાં નવજોતસિંહ સિદ્ધુ, ગૌતમ ગંભીર, અઝરૂદ્દિન, કીર્તિ આઝાદ, ચેતન ચૌહાણ નો સમાવેશ થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button