નેશનલ

મિશેલ સ્ટાર્ક આઠ વર્ષ પછી આઇપીએલમાં રમશે

નવી દિલ્હી: ઈન્ડિયન પ્રીમિયર લીગ એ વિશ્ર્વની સૌથી મોટી ક્રિકેટ લીગ છે. આ ટૂર્નામેન્ટમાં રમવાનું દરેક ખેલાડીનું સપનું હોય છે, પરંતુ ઓસ્ટ્રેલિયન ઝડપી બોલર મિશેલ સ્ટાર્ક છેલ્લા ૮ વર્ષથી ઈન્ડિયન પ્રીમિયર લીગમાંથી ગાયબ થઇ ગયા હતા. સ્ટાર્ક એશિઝ ૨૦૨૩ની તૈયારી માટે ૨૦૨૩ની હરાજીમાંથી બહાર નીકળી ગયા હતા. મિશેલ સ્ટાર્કે હવે જાહેરાત કરી છે કે તેઓ આવતા વર્ષે આઈપીએલમાં ભાગ લેવા માટે તૈયાર છે. મિશેલ સ્ટાર્કની ગણતરી હાલમાં વિશ્ર્વના સૌથી ઘાતક બોલરોમાં થાય છે. મિશેલ સ્ટાર્ક આવતા વર્ષના ૨૦ વર્લ્ડ કપની તૈયારીઓ માટે માં વાપસી કરવા જઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયન ઝડપી બોલર મિશેલ સ્ટાર્ક વિશ્ર્વમાં નંબર ૨-ક્રમાંકિત બોલર છે. તેમણે પુષ્ટિ કરી છે કે તેઓ આ વર્ષના અંતમાં ૨૦૨૪ મીની-ઓક્શનમાં ભાગ લેશે. મિશેલ સ્ટાર્કે ખુલાસો કર્યો છે કે તે આવતા વર્ષે જૂનમાં વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં રમાનારા ટી૨૦ વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને પોતાને સારી રીતે તૈયાર કરવા માટે આઈપીએલમાં ભાગ લેશે. મિશેલ સ્ટાર્ક છેેલ્લે ૨૦૧૫માં રમ્યો હતો.


મિશેલ સ્ટાર્ક છેલ્લે માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ભાગ હતો. અત્યાર સુધીમાં તેણે ૨૭ મેચની આઈપીએલ કારકિર્દીમાં ૭.૧૭ના ઈકોનોમી રેટથી ૩૪ વિકેટ ઝડપી છે. મિશેલ સ્ટાર્કે માં પોતાની છેલ્લી મેચ ચેન્નાઈ સુપર િંકગ્સ સામે રમી હતી. તે મેચમાં સ્ટાર્કે ૪ ઓવરમાં ૨૭ રન આપીને ૧ વિકેટ લીધી હતી. ૨૦૧૮માં મિશેલ સ્ટાર્કને કોલકાતા નાઈટ રાઈડર્સ દ્વારા ખરીદવામાં આવ્યો હતો, પરંતુ તે ઇજાને કારણે ખસી ગયો હતો. બાકીના પ્રસંગોએ તેણે આઇપીએલ કરતા ઘરઆંગણાની મેચોને પ્રાધાન્ય આપવાનું પસંદ કર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button