મિઝોરમમાં એમએનએફને હટાવીને ઝેડપીએમ સત્તામાં
નવી દિલ્હી: વિધાનસભાની કુલ ૪૦ બેઠકમાંથી ૨૭ બેઠક મેળવી ઝોરમ પિપલ્સ મુવમેન્ટ (ઝેડપીએમ)એ મિઝો નેશનલ ફ્રન્ટ (એમએનએફ)ને સત્તામાંથી દૂર કરી દીધો છે.
પ્રતિસ્પર્ધી એમએનએફના ઉમેદવાર જે. મૈસાવમઝુઆલાને સરચિપ બેઠક પર પરાજય આપનાર પક્ષના મુખ્ય પ્રધાનપદનો ચહેરા રહેલા લાલડુહોમાનો ઝેડપીએમના મુખ્ય વિજેતાઓમાં સમાવેશ થાય છે. તેમણે જે. મૈસાવમઝુઆલાને ૨,૯૮૨ મતથી પરાજય આપ્યો હતો. ભાજપે પલક અને સાઈહા બેઠક પર પણ વિજય મેળવ્યો હતો. ઈન્ડિયન નેશનલ કૉંગ્રેસ (આઈએનસી)એ લાવન્ગટ્લાઈ વેસ્ટ બેઠક પર વિજય મેળવ્યો હતો.
પરાજય મેળવનાર મુખ્ય ઉમેદવારોમાં નાયબ મુખ્ય પ્રધાન અને એમએનએફના ઉમેદવાર તાલવલૂઈયાનો સમાવેશ થાય છે. તુઈચાન્ગમાં ઝેડપીએમના ઉમેદવાર સામે તેમનો પરાજય થયો હતો.
દક્ષિણ તુઈપુઈમાં આરોગ્ય પ્રધાન અને એમએનએફના ઉમેદવાર આર. લાલથાન્ગલિઆનાનો ઝેડપીએમના ઉમેદવાર જેજે લાલપેખલુઆ સામે પરાજય થયો હતો. ગ્રામીણ વિકાસ ખાતાના પ્રધાન લારુઆતકિમાનો ઐઝવાલ વેસ્ટ-ટૂમાં
ઝેડપીએમના ઉમેદવાર લાલઘિન્ગલોવા હમર સામે પરાજય થયો હતો.
મુખ્ય પ્રધાન અને એમએનએફના વડા ઝોરામથાન્ગાનો ઝેડપીએમના લાલથાનસાન્ગા સામે ૨,૧૦૧ મતથી પરાજય થયો હતો.
દરમિયાન, વિધાનસભાની ચૂંટણીમાં એમએનએફને પરાજય મળ્યા બાદ ઝોરામથાન્ગા ગવર્નનરને મળ્યા હતા અને મુખ્ય પ્રધાનપદ પરથી રાજીનામું આપી દીધું હતું.(એજન્સી) ઉ