Superb Septemberમાં પલટી મારશે આ રાશિના જાતકોનું ભાગ્ય, થશે અપરંપાર ધનલાભ…
જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહને એક ચોક્કસ ખાસિયત વિશે જણાવવામાં આવ્યું છે જેમાં શુક્રને ગ્રહોના સેનાપતિનો દરજ્જો આપવામાં આવ્યો છે અને તેને ધન-સંપદા, વૈભવ અને ઐશ્વર્યનો કારક માનવામાં આવ્યો છે. શુક્ર દર 26 દિવસે એક માંથી બીજી રાશિમાં ગોચર કરે છે અને આ ગોચરની તમામ રાશિના જાતકો પર સારી-નરસી અસર જોવા મળે છે. આ સિવાય દરેક ગ્રહ એક ચોક્કસ સમયે નક્ષત્ર પરિવર્તન પણ કરે છે જેનો પ્રભાવ પણ 12-12 રાશિના લોકો પર જોવા મળે છે. આવું જ એક ગોચર આઠ દિવસ બાદ એટલે કે બીજી સપ્ટેમ્બરના થઈ રહ્યું છે. શુક્ર હાલમાં ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં ગોચર કરી રહ્યો છે અને બીજી સપ્ટેમ્બરના તે હસ્ત નક્ષત્રમાં ગોચર કરશે. બીજી સપ્ટેમ્બરના સવારે 05.20 કલાકે હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરશે અને 13મી સપ્ટેમ્બરના સવારે ત્રણ વાગ્યે તે ચિત્રા નક્ષત્રમાં ગોચર કરશે. આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે, અને ધનલાભ થવાની પૂરેપૂરી શક્યતા છે. આવો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ.
સિંહઃ
સિંહ રાશિના જાતકો માટે શુક્રનું આ નક્ષત્ર પરિવર્તન અનુકૂળ રહેશે. આ સમયે આવકના નવા નવા સ્રોત ઊભા થઈ રહ્યા છે. ધનલાભ થઈ રહ્યો છે. બચત કરવામાં સફળ રહેશો. વેપારી વર્ગને નફો થઈ રહ્યો છે. આ સમયગાળામાં કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે.
કન્યાઃ
કન્યા રાશિના જાતકો માટે શુક્રનું નક્ષત્ર પરિવર્તન લાભદાયી સાબિત થશે. આ રાશિના જાતકોને આ સમયગાળામાં દરેક કામમાં સફળતા મળશે. રોજગાર મળી શકે છે. કોઈ સમસ્યા સતાવી રહી હશે તો એમાં રાહત મળી રહી છે. નોકરી સારું પ્રદર્શન કરશો અને એને કારણે તમારા વખાણ થઈ શકે છે. આર્થિક સ્થિતિ પણ સુધરશે.
આ પણ વાંચો :જન્માષ્ટમી સાથે શરૂ થયેલું અઠવાડિયું પાંચ રાશિ માટે લાવશે અચ્છે દિન, થશે લખલૂટ ધનલાભ…
મકરઃ
મકર રાશિના જાતકો માટે પણ શુક્રનું આ નક્ષત્ર પરિવર્તન શુકનિયાળ રહેશે. આ સમયે ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. શુક્રની કૃપાથી તમારા અટકી પડેલાં કામ પૂરા થઈ રહ્યા છે. નોકરીમાં પ્રમોશન કે પગારવધારો મળી શકે છે. વેપારીઓ માટે આ સમય સારો રહેશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. આકસ્મિક ધનલાભ થઈ રહ્યો છે.