
સપ્ટેમ્બર મહિનાનું ત્રીજું અઠવાડિયું આજથી શરૂ થયું અને આ જ અઠવાડિયાથી પિતૃપક્ષ પણ શરૂ થવા જઈ રહ્યા છે. જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બર મહિનાનું આ અઠવાડિયું પાંચ રાશિના જાતકો માટે ઢગલો ખુશીઓ લઈને આવી રહ્યું છે. આ રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. આવો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-

વૃષભઃ
આ રાશિના જાતકો માટે આ અઠવાડિયું ભાગ્યના દરવાજા ખોલશે. આકસ્મિક ધનપ્રાપ્તિ થઈ રહી છે. કરિયરમાં સફળતા મળશે. કોઈ કામમાં મિત્રનો સાથ-સહકાર મળશે. જો લાંબા સમયથી કોઈ માનસિક ચિંતા સતાવી રહી હશે તો એ દૂર થશે. કરિયરમાં પણ સફળતા મળશે.

સિંહઃ
સિંહ રાશિના નોકરી કરી રહેલાં જાતકો માટે આ સમયગાળો ખૂબ જ સારો રહેશે. ધનપ્રાપ્તિ થશે, દેવામાંથી મુક્તિ મળશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ અઠવાડિયું સારું રહેશે. કુંવારા લોકો માટે સારા સારા પ્રસ્તાવ આવી શકે છે. વેપારમાં પણ મનચાહ્યો નફો થઈ રહ્યો છે.

વૃશ્ચિકઃ
આ રાશિના જાતકોને લાંબા સમયથી સતાવી રહેલી સમસ્યામાંથી મુક્તિ મળી રહી છે. કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. ધન પ્રાપ્તિ થઈ રહી છે. કોઈ જગ્યાએ યાત્રા પર જવાના યોગ બની રહ્યા છે. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે.

મકરઃ
નવું કામ શરૂ કરવાનું વિચારી રહેલાં મકર રાશિના જાતકો માટે આ સમય અનુકૂળ છે. પ્રોપર્ટી લેવા માટે સારો સમય છે. વેપારમાં પણ મનચાહ્યો નફો થઈ રહ્યો છે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે.

મીનઃ
મીન રાશિના જાતકો માટે પણ આ અઠવાડિયું ખૂબ જ સારું રહેવાનું છે. આર્થિક સ્થિતિ પહેલાંની સરખામણીએ સારી રહેશે. કોઈ જગ્યાએ જો પૈસા અટવાયા હશે તો તે પાછા મળશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ સમય એકદમ અનુકૂળ છે.