જ્યોતિષશાસ્ત્રમાં 12-12 રાશિઓ વિશે, તેમની ખૂબીઓ- ખામીઓ વિશે ખૂબ જ વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. આ સાથે સાથે જ 12-12 રાશિમાંથી અલગ અલગ ભગવાનને અલગ અલગ રાશિઓ પસંદ હોય છે, આ રાશિઓ પર તેમની કૃપા દ્રષ્ટિ રહે છે. જન્માષ્ટમીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે આજે આપણે અહીં વાત કરીશું ભગવાન શ્રી કૃષ્ણની મનગમતી રાશિઓ વિશે. આ રાશિઓ કૃષ્ણ ભગવાનને અત્યંત પ્રિય છે. આ રાશિઓ પર હમેશાં ભગવાન શ્રી કૃષ્ણની વિશેષ કૃપા જોવા મળે છે.
દર વર્ષે શ્રાવણ મહિનાની વદ આઠમના દિવસે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે, જેને આપણે જન્માષ્ટમીના નામથી પણ ઓળખીએ છીએ. આ વખતે આ તહેવાર આવતીકાલે એટલે કે 26મી ઓગસ્ટના રોજ ઉજવાશે. અગાઉ કહ્યું એમ જ્યોતિષશાસ્ત્રમાં 12 રાશિઓનો ઉલ્લેખ જોવા મળે છે અને દરેક રાશિ પર કોઈને કોઈ દેવ-દેવતાની વિશેષ કૃપાનો ઉલ્લેખ પણ જોવા મળે છે. જન્માષ્ટમીના તહેવાર પર જાણીએ કે આખરે કઈ છે એ ભાગ્યશાળી રાશિઓ કે જેમના પર ભગવાન શ્રીકૃષ્ણની કૃપા રહે છે…
વૃષભ:
વૃષભ રાશિ એ ભગવાન શ્રીકૃષ્ણની મનગમતી રાશિઓમાંથી એક છે. આ રાશિના જાતકો શ્રીકૃષ્ણની કૃપાથી ડગલે ને પગલે પ્રગતિ અને સફળતા મળે છે. આ રાશિના જાતકો મુશ્કેલ પરિસ્થિતિને પણ ખૂબ જ સરળતાથી સંભાળી લે છે. ભગવાન શ્રીકૃષ્ણની આ રાશિના લોકો પર વિશેષ કૃપા વરસે છે.
કર્ક:
કર્ક રાશિના જાતકો પર પણ ભગવાન જીવનભર શ્રીકૃષ્ણની કૃપા વરસતી રહે છે. જ્યોતિષશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આ રાશિના જે લોકો નિયમિત રૂપે શ્રીકૃષ્ણની પૂજા-અર્ચના કરે છે, તેમને જીવનમાં કોઈ જાતની કમી રહેતી નથી. દરેક સમસ્યામાં કૃષ્ણ ભગવાન તેમની સહાય કરવા તત્પર હોય છે.
સિંહ:
ભગવાન શ્રીકૃષ્ણને સિંહ રાશિ ખૂબ જ પ્રિય છે. આ રાશિના જાતકો સાહસી તથા પરાક્રમી હોય છે. એવું કહેવાય છે કે નિયમિત રૂપથી કૃષ્ણ ઉપાસના કરવાથી આ રાશિના જાતકોને દરેક કાર્યોમાં સફળતા થાય છે. અટવાયેલા કામ થવા લાગે છે.
તુલા:
તુલા રાશિના જાતકો પર ભગવાન શ્રીકૃષ્ણની કૃપા દ્રષ્ટિ રહેલી હોય છે, કારણ કે આ રાશિ પણ શ્રીકૃષ્ણની પ્રિય રાશિઓમાંથી એક છે. આ રાશિના જાતકોને ભગવાન શ્રીકૃષ્ણની પૂજા-અર્ચના કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. સંકટ સમયે શ્રી કૃષ્ણ આ રાશિના જાતકો માટે સંકટમોચન થઈને અવતરે છે.