હાલમાં સપ્ટેમ્બર મહિનો ચાલી રહ્યો છે અને જયોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ આ મહિનો ખૂબ જ મહત્વનો છે. આ મહિનામાં અનેક મહત્વના ગ્રહો ગોચર કરી ચૂક્યા છે, કર રહ્યા છે કે મહિનાના અંત સુધીમાં ગોચર કરશે. દરેક ગ્રહ સમય-સમય પર ગોચર કરી કેટલાક શુભ તેમ જ રાજયોગનું નિર્માણ કરે છે, જેની અસર તમામ રાશિના જાતકો પર જોવા મળે છે. હવે ચાલી રહેલા સપ્ટેમ્બર મહિનામાં ગ્રહોના ગોચરથી આવા જ ત્રણ ત્રણ રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે, જેને કારણે અમુક રાશિના જાતકોને વિશેષ લાભ થશે. આવો જોઈએ કયા છે આ રાજયોગ અને કઈ કઈ રાશિના જાતકોને આ યોગથી લાભ થશે…
મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર હાલમાં ન્યાયના દેવતા શનિ સ્વરાશિ કુંભમાં ગોચર કરતા શશ રાજયોગ બની રહ્યો છે, જ્યારે ગ્રહોના રાજકુમાર બુધ 23 સપ્ટેમ્બરે સ્વરાશિ કન્યામાં પ્રવેશ કરીને ભદ્ર રાજયોગ બનાવશે પણ એ પહેલાં જ ધનના કારક એવા શુક્ર આવતીકાલે એટલે કે 18મી સપ્ટેમ્બરના સ્વરાશિ તુલામાં ગોચર કરી માલવ્ય રાજયોગ બનાવશે. ત્રણ મોટા ગ્રહ સ્વરાશિઓમાં ગોચર કરીને એક સાથે 3 રાજયોગ બનાવી રહ્યા છે જેને કારણે અમુક રાશિના જાતકોનું ભાગ્ય ચમકી શકે છે, માન-સન્માનમાં વૃદ્ધિ થઈ રહી છે, પ્રતિષ્ઠામાં વધારો થાય. ચાલો સમય વેડફ્યા વિના જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ વિશે…
મેષઃ
મેષ રાશિના જાતકો માટે એક સાથે બની રહેલાં ત્રણ રાજયોગ લાભદાયી સાબિત થઈ રહ્યા છે. આ સમયગાળામાં ધનલાભ થશે. આવકના નવા સ્ત્રોત ખુલશે. રોકાણ માટે સમય એકદમ અનુકૂળ છે. લાભ થશે. કામના સ્થળે સહકર્મચારી પાસેથી સારા સમાચાર સાંભળવા મળશે. ઓફિસમાં તમારા વ્યવહારને કારણે બધા લોકો તમારી મદદ કરશે. નવી નોકરીની ઓફર મળશે. દેશ-વિદેશની યાત્રાના યોગ બનશે.
વૃષભ:
વૃષભ રાશિના જાતકો માટે આ એકદમ અનુકૂળ સમય છે. આવકમાં ધરખમ વધારો થશે. કામના સ્થળે સહકર્મીઓનો સાથ સહકાર મળી રહ્યો છે. આ મહિને નાણાંકીય બાબતોનું નિયોજન કરીને પૈસા બચાવી શકશો. નાણાકીય ખાતાને નિયંત્રિત કરી શકશો. આ દરમિયાન પરીણિત લોકોનું લગ્ન જીવન શાનદાર રહેશે. આ સમયે તમને આર્થિક દ્રષ્ટિએ કોઈ ચિંતા રહેશે નહીં. તમારી સિદ્ધિઓ તમને પ્રશંસા અપાવશે.
કન્યા:
ત્રણ રાજયોગનું નિર્માણ કન્યા રાશિના જાતકો માટે લાભકારી રહેશે. આ દરમિયાન કામ-કારોબારમાં તમારી પ્રગતિ થશે. સાથે પરિવારના સભ્યો પાસેથી દરેક કાર્ય પૂરુ કરવામાં મદદ અને સાથ મળશે. આ મહિને તમને નોકરીમાં સફળતા મળશે અને તમે જે લક્ષ્ય નક્કી કર્યાં છે તેને પ્રાપ્ત કરશો. આ દરમિયાન વેપારીઓને ધનલાભ થઈ શકે છે. સાથે કારોબારનો વિસ્તાર થઈ શકે છે. આ સમયે નોકરી કરનાર લોકોને જૂનિયર અને સીનિયરનો સહયોગ પ્રાપ્ત થશે. નોકરી કરનાર જાતકોને પ્રમોશન મળવાના યોગ પણ બની રહ્યા છે.
કુંભ:
આ સમયગાળો કુંભ રાશિના જાતકો માટે પણ ખૂબ જ લાભદાયી સાબિત થશે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. માન-સન્માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે. આ દરમિયાન તમારા સંબંધો સ્થિર રહેશે. આ મહિનો તમારા સાથી તમારી વાતો પર ધ્યાન આપશે. આ દરમિયાન સ્વાસ્થ્યમાં કોઈ પરેશાની થશે નહીં. પરીણિત લોકોનું લગ્ન જીવન શાનદાર રહેશે. તો કરિયર અને કારોબારના મામલામાં આ મહિનો શાનદાર સાબિત થશે. આ સમયે તમારા સાહસ અને પરાક્રમમાં પણ વૃદ્ધિ જોવા મળશે.