નેશનલ

કોણ છે ઝારા શતાવરી જે વિશ્વની પ્રથમ AI બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લઈ રહી છે?

AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આજે પણ એક લોકપ્રિય વિષય છે. રસપ્રદ વાત એ છે કે તેનું મહત્વ લગભગ તમામ ક્ષેત્રોમાં વધી રહ્યું છે. સોશિયલ મીડિયા પણ આનાથી અસ્પૃશ્ય નથી. AI ની અસર સોશિયલ મીડિયામાં વ્યાપકપણે દેખાવા લાગી છે. હવે વિશ્વની પ્રથમ AI બ્યૂટી પેજન્ટનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે બ્રિટિશ કંપની ફેનવ્યૂ દ્વારા વર્લ્ડ AI ક્રિએટર એવોર્ડ્સના સહયોગથી હવે AI મોડલ્સની સ્પર્ધા આયોજિત કરવામાં આવી છે.

2 AI જજ ઉપરાંત, પીઆર સલાહકાર એન્ડ્ર્યુ યુ બ્લોચ અને બિઝનેસવુમન સેલી એન ફોસેટ પણ આ સ્પર્ધામાં જજ તરીકે હાજર રહેશે. મિસ AI સ્પર્ધા હેઠળ, સહભાગીઓની સુંદરતા, ટેકનિકલ કૌશલ્યો અને સામાજિક પ્રભાવના આધારે નિર્ણય લેવામાં આવશે.

હવે આપણે આવીએ ઝારા શતાવરી પર. તો ઝારા AI-જનરેટેડ મોડલ્સ માટે વિશ્વની પ્રથમ સૌંદર્ય સ્પર્ધામાં ટોચના 10 ફાઇનલિસ્ટમાંની એક છે. શતાવરીની પસંદગી 1,500 આંતરરાષ્ટ્રીય એન્ટ્રીઓમાંથી કરવામાં આવી હતી. ઝારાના Instagram પર હજારો અનુયાયીઓ છે. ઝારા શતાવરી સોશિયલ મીડિયા પર સ્વાસ્થ્ય, કરિયર ડેવલપમેન્ટ, લેટેસ્ટ ફેશન ટ્રેન્ડ વગેરે પર પોતાના મંતવ્યો વ્યક્ત કરતી જોવા મળે છે. AI જનરેટેડ મોડલની એક વેબસાઇટ પણ છે, જ્યાં તે હેલ્થ અને ફેશન ટ્રેન્ડ્સ પર બ્લોગ કરે છે.

ઝારા શતાવરી ભારતીય મોબાઈલ એડવર્ટાઈઝિંગ એજન્સીના સહ-સ્થાપક રાહુલ ચૌધરીએ બનાવેલ AI મોડલ છે. રાહુલને ‘ડિજિટલ મીડિયા એક્સપર્ટ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

એમ પણ જાણવા મળ્યું છે કે મિસ AI સ્પર્ધામાં ટોચના 3 વિજેતાઓને કુલ 20,000 ડોલરથી વધુના રોકડ પુરસ્કાર પ્રાપ્ત થશે. AI મોડલનો તાજ પહેરાવવામાં આવેલ મિસ AIને 5,000 ડોલરનો રોકડ પુરસ્કાર, AI મેન્ટરશિપ પ્રોગ્રામ, PR સેવાઓ અને અન્ય ઈનામો આપવામાં આવશે.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button