Chirag Paswanને આપવામાં આવી Z કેટેગરી સુરક્ષા
દિલ્હીઃ કેન્દ્રીય ફૂડ પ્રોસેસિંગ મંત્રી ચિરાગ પાસવાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ચિરાગ પાસવાનને ઝેડ કેટેગરીની સુરક્ષા આપવાનો નિર્ણય લીધો છે. મળતી માહિતી મુજબ ચિરાગ પાસવાન ને પહેલા Y+ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી હતી, પરંતુ ચિરાગ પાસવાન એક મહત્વની વ્યક્તિ ગણાય છે અને તેમની સામે ખતરાની આશંકા છે, તેથી કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે. જૂની સુરક્ષા વ્યવસ્થા હેઠળ એસએસબીના જવાનો ચિરાગ પાસવાનને સુરક્ષા પૂરી પાડતા હતા, પરંતુ હવે તેમને સીઆરપીએફના જવાનોની સુરક્ષા પૂરી પાડવામાં આવશે.
ચિરાગ પાસવાન બિહારના જમુઇથી સાંસદ છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય વિવિધ અહેવાલોને આધારે ચોક્કસ લોકોને સુરક્ષા પ્રદાન કરે છે એમાં વાય પ્લસ (Y+), Z, Z+ (ઝેડ પ્લસ) સહિત અન્ય ઘણી સુરક્ષા શ્રેણીઓ છે. હવે Z કેટેગરીની સુરક્ષા શ્રેણીમાં ચિરાગ પાસવાન માટે 33 સુરક્ષા ગાર્ડ તૈનાત કરવામાં આવશે. આ સાથે ચિરાગ પાસવાના ઘરે 10 સ્ટેટિક ગાર્ડ્સ મોજુદ રહેશે. આ બધા ઉપરાંત છ પીએસઓ ત્રણ શીફ્ટમાં રાઉન્ડ ધ ક્લોક (ચોવીસે કલાક) કામ કરશે. 12 સશસ્ત્ર એસ્કોર્ટ કમાન્ડો અને વોચર્સ શિફ્ટમાં પણ બે કમાન્ડો હાજર રહેશે
Also Read –