યુસુફ પઠાણની અદીના મસ્જિદની પોસ્ટથી વિવાદ, ભાજપે કહ્યું આદિનાથ મંદિર | મુંબઈ સમાચાર
નેશનલ

યુસુફ પઠાણની અદીના મસ્જિદની પોસ્ટથી વિવાદ, ભાજપે કહ્યું આદિનાથ મંદિર

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અને ભૂતપૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટથી વિવાદ સર્જાયો છે. જેમાં યુસુફ પઠાણે પશ્ચિમ બંગાળના માલદાની અદીના મસ્જિદની મુલાકાત લીધી હતી. તેમણે આ મસ્જિદની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને તેને ઐતિહાસિક ગણાવી હતી. જેની બાદ ભાજપે પ્રતિક્રિયા આપતા તેને આદિનાથ મંદિર ગણાવ્યું હતું.

સુલતાન સિકંદર શાહ દ્વારા બનાવવામાં આવેલી ઐતિહાસિક મસ્જિદ

યુસુફ પઠાણે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, ” પશ્ચિમ બંગાળના માલદામાં આવેલી અદીના મસ્જિદ, 14મી સદીમાં ઇલ્યાસ શાહી સલ્તનતના બીજા શાસક સુલતાન સિકંદર શાહ દ્વારા બનાવવામાં આવેલી એક ઐતિહાસિક મસ્જિદ છે. 1373 અને 1375 ની વચ્ચે બનેલી છે .તે સમયે તે ભારતીય ઉપખંડની સૌથી મોટી મસ્જિદ હતી. જે આ પ્રદેશની સ્થાપત્ય ભવ્યતાને પ્રતિબિંબિત કરે છે.”

ભાજપે કહ્યું આદિનાથ મંદિર

જયારે ભાજપે આ પોસ્ટ પર પલટવાર કર્યો છે. જેમાં , પશ્ચિમ બંગાળ ભાજપે તેના સત્તાવાર X હેન્ડલ પરથી પોસ્ટ કર્યું, “બસ, સાચું છે – આદિનાથ મંદિર.”

સોશિયલ મીડિયા પર યુઝર્સ દ્વારા અલગ અલગ પ્રતિક્રિયા

જેની બાદ સોશિયલ મીડિયા પર યુઝર્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે. જેમાં કેટલાક યુઝર્સે લખ્યું છે કે, યુસુફ પઠાણ જે સ્મારકની વાત કરી રહ્યા છે તે અને મંદિર પર બન્યું છે. યુઝર્સે આ દાવા અંગે ઐતિહાસિક પુરાવા
આપ્યા હતા. જયારે કેટલાક યુઝર્સે આદિનાથ મંદિરના દાવાને નકાર્યા છે.

મસ્જિદમાં હિન્દુ ધાર્મિક વિધિઓ કરી હતી

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પુજારીઓના એક સમૂહ દ્વારા મસ્જિદમાં હિન્દુ ધાર્મિક વિધિઓ કરી હતી. જેના કારણે વિવાદ થયો હતો. વૃંદાવન સ્થિત વિશ્વવિદ્યા ટ્રસ્ટના પ્રમુખ અને પુજારી હિરણ્મય ગોસ્વામીએ અદીના મસ્જિદમાં હિન્દુ દેવતાઓના દર્શન કર્યા હોવાનો દાવો કર્યો હતો. તેમજ કહ્યું હતું કે મસ્જિદ એક હિન્દુ મંદિર પર બનાવવામાં આવી છે. જોકે, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની સત્તાવાર વેબસાઇટ અનુસાર, તે મુસ્લિમ સ્થાપત્યનો નમૂનો છે અને તેનું નિર્માણ સિકંદર શાહ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો…મમતા બેનર્જીની ટીએમસીની સ્પષ્ટતા, યુસુફ પઠાણ સહિત કોઇપણ સાંસદ પ્રતિનિધિમંડળમાં સામેલ નહિ થાય

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button