નેશનલ

ભારતના યુવાનો જ દેશને નવી ઊંચાઈએ લઈ જશે, વડા પ્રધાન મોદીનું વારાણસીમાં નિવેદન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વારાણસી પ્રવાસે છે. આજે વડા પ્રધાન મોદી બનારસ હિન્દુ યુનિવર્સિટી(BHU) પહોંચ્યા હતા. આ દરમિયાન વડા પ્રધાન મોદીએ કહ્યું કે કાશી, જે સમય કરતાં જૂની કહેવાય છે, જેની ઓળખ યુવા પેઢી જવાબદારીપૂર્વક મજબૂત કરી રહી છે. આ દ્રશ્ય હૃદયમાં સંતોષ આપે છે, ગર્વની લાગણી આપે છે અને વિશ્વાસ પણ આપે છે કે અમૃતકાળમાં તમામ યુવાનો દેશને નવી ઊંચાઈઓ પર લઈ જશે.

વડા પ્રધાન મોદીએ BHU ખાતે પોતાના સંબોધનની શરૂઆત ‘નમઃ પાર્વતી પતયે હર-હર મહાદેવ’ના નાદ સાથે કરી હતી. વડા પ્રધાન મોદીએ કહ્યું કે કાશી તમામ જ્ઞાનની રાજધાની છે. આજે કાશીમાં ચારેબાજુ વિકાસના ઢોલ વાગી રહ્યા છે, અહીં કરોડો રૂપિયાના પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે.


વડા પ્રધાને કહ્યું કે કાશી માત્ર મહાદેવ જ કરી શકે છે. વડા પ્રધાને કહ્યું કે કાશીમાં છેલ્લા 10 વર્ષમાં જે પણ વિકાસ કાર્ય થયા છે તેના પર આજે બે પુસ્તકો લોન્ચ કરવામાં આવ્યા છે. આ પુસ્તકોમાં કાશીની 10 વર્ષની વિકાસયાત્રાના દરેક તબક્કા અને તેની સંસ્કૃતિનું વર્ણન કરવામાં આવ્યું છે.


વડા પ્રધાન મોદીએ કહ્યું કે કાશીમાં જે કંઈ પણ થાય છે માત્ર મહાદેવ જ કરે છે, આપણે બધા માત્ર સાધન છીએ. જ્યાં જ્યાં મહાદેવના આશીર્વાદ હોય ત્યાં તે ધરતી સમૃદ્ધ બને છે. આ દરમિયાન વડા પ્રધાન યોગીએ કહ્યું કે, અયોધ્યા ધામની સાથે સાથે સંયુક્ત આરબ અમીરાતમાં પહેલું હિન્દુ મંદિર બનાવવામાં આવ્યું છે, હવે વૈશ્વિક મંચ પર કાશીની આભા સાંસ્કૃતિક રીતે ઉભરી રહી છે.


આ પહેલા વડાપ્રધાને વારાણસીના સ્વતંત્ર ભવનમાં સંસદસભ્ય સંસ્કૃત સ્પર્ધાના વિજેતાઓને ઈનામોનું વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમમાં વડા પ્રધાન મોદી સાથે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button