‘તમારું કામ સરકારી વિભાગ કરતા પણ ખરાબ છે’ દિલ્હી હાઈ કોર્ટે Metaને આવું કેમ કહ્યું? જાણો
નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે મંગળવારે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપની પેરેન્ટ કંપની મેટા(Meta)ને ફટકાર લગાવી હતી. એ મીડિયા ગ્રુપની અરજી પર સુનાવણી કરતા કોર્ટે ટિપ્પણી કરી કે મેટાની કાર્ય પધ્ધતિ ‘સરકારી વિભાગો’ કરતા ખરાબ છે.
Metaએ એક મીડિયા ગ્રુપનીની માલિકીની મેગેઝીનના ઈન્સ્ટાગ્રામ પેજને બ્લોક કરી દીધું હતું, જેની સામે કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી. દિલ્હી હાઈ કોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ મનમીત પીએસ અરોરાની ખંડપીઠે કહ્યું કે જો મીડિયા હાઉસની ફરિયાદ સાંભળવામાં આવી રહી નથી, તો પ્રથમ દૃષ્ટિએ એવું માનવામાં આવશે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મની કાઉન્સિલને ગુમરાહ કરી રહ્યું છે.
દિલ્હી હાઈ કોર્ટે કોર્ટે કહ્યું, ‘તમે કોઈપણ સરકારી વિભાગ કરતા પણ ખરાબ કામ કરી રહ્યા છો. થોડી સાવચેતી રાખો, તમારી સિસ્ટમ કામ કરી રહી નથી.’
થર્ડ પાર્ટી કોપીરાઈટ ઉલ્લંઘનની ફરિયાદ પર ઈન્સ્ટાગ્રામ પેજને બ્લોક કરવા કરવામાં આવ્યું હતું. જેની વિરુદ્ધ દિલ્હી હાઈ કોર્ટમાં મીડિયા નેટવર્કે અરજી કરી હતી. આ ઉપરાંત, પિટિશનમાં ઇન્ફોર્મેશન ટેક્નોલોજી 2021ના નિયમ 3(1)(c)ની બંધારણીયતાને પણ પડકારવામાં આવી છે.
મીડિયા નેટવર્કે અહેવાલ આપ્યો હતો કે તેઓએ આ બાબતે મેટાના અધિકારીનો પણ સંપર્ક કર્યો હતો, પરંતુ તેમને એક જ જવાબ મળ્યો હતો કે ઈમેઈલ સાચી ચેનલને સંબોધવામાં આવ્યો ન હતો. મીડિયા ગ્રુપના વકીલે કોર્ટમાં ઈમેઈલ પણ બતાવ્યો હતો. આના જવાબમાં મેટાએ કહ્યું કે આ ઓટોમેટિક રિપ્લાય છે. ફરીથી મેઈલ કર્યા પછી પણ વિનંતી રીક્વેસ્ટ કાઢવામાં આવી હતી, જેઈ કોપી બતાવવામાં આવી હતી. આ પછી કોર્ટે કહ્યું કે, ‘તમે આવો હઠીલું વલણ ન અપનાવી શકો.’
કોર્ટે કહ્યું કે ‘અમે જે કહીએ છીએ તે તમારે સાંભળવું પડશે. અમે શું કહી રહ્યા છીએ તે તમે નથી સમજી રહ્યા. અમે તમારી સાથે ખૂબ જ નમ્ર વર્તન કરી રહ્યા છીએ. અમે તમને તમારું ઘર વ્યવસ્થિત કરવા માટે ઘણો સમય આપ્યો છે. તમારી પાસે અબજો વપરાશકર્તાઓ હોઈ શકે છે પરંતુ તમારું ઘર વ્યવસ્થિત નથી.’
કોર્ટે મેટાને મીડિયા હાઉસની ફરિયાદ સાંભળવા કહ્યું છે. આ સાથે કોર્ટે કહ્યું કે, ‘તમારી સિસ્ટમ કામ નથી કરી રહી. જો આમ જ ચાલતું રહેશે, તો અમે કઠોર આદેશ આપીશું, તમને વિનંતી છે કે સમજી જાઓ, જો સિસ્ટમ કામ નહીં કરે, તો નિયમોનો કોઈ ફાયદો થશે નહીં.”