મળો, ૧૬ વર્ષની વયે નેપાળ તરફથી Mt. Everest સર કરનાર સૌથી નાની ભારતીય કિશોરીને…
નવી દિલ્હીઃ ૧૬ વર્ષીય કામ્યા કાર્તિકેયને માઉન્ટ એવરેસ્ટ સફળતાપૂર્વક સર કર્યું હતું અને નેપાળ તરફથી વિશ્વનું સૌથી ઊંચું શિખર સર કરનાર સૌથી યુવા ભારતીય પર્વતારોહક બની હતી. નૌકાદળ અધિકારીની પુત્રી કામ્યા મુંબઈની નેવી ચિલ્ડ્રન સ્કૂલમાં ધોરણ ૧૨માં અભ્યાસ કરતી હોવાની માહિતી ભારતીય નૌકાદળ દ્વારા ગુરુવારે એવી માહિતી આપવામાં આવી હતી.
કામ્યા અને તેના પિતા કમાન્ડર એસ કાર્તિકેયને ૨૦મી મેના રોજ સફળતાપૂર્વક માઉન્ટ એવરેસ્ટ (૮,૮૪૯ મીટર) સર કર્યું હતું. આ સિદ્ધિ પછી, તે વિશ્વની બીજી સૌથી નાની અને નેપાળ તરફથી વિશ્વના સૌથી ઉંચા શિખર સર કરનારી સૌથી નાની ભારતીય પર્વતારોહક બની ગઈ છે.
આ સાથે, કામ્યાએ સાતેય ખંડોના સર્વોચ્ચ શિખર સર કરવાના તેના મિશનમાં છ માઈલસ્ટોન પૂર્ણ કર્યા છે અને આ ડિસેમ્બરમાં એન્ટાર્કટિકામાં માઉન્ટ વિન્સન મેસિફ પર ચઢીને ‘૭ સમિટ ચેલેન્જ’ પૂર્ણ કરનારી સૌથી નાની છોકરી બનવાનું લક્ષ્ય રાખ્યું છે, નેવીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : મધ્ય પ્રદેશની બે વર્ષીય સિદ્ધિ મિશ્રાની અનોખી સિદ્ધિ…
ભારતીય નૌકાદળે આ સિદ્ઘિ બદલ તેને અભિનંદન આપ્યા હતા અને કામ્યાને સાતેય ખંડોના સર્વોચ્ચ શિખરો સર કરવાની તેની આકાંક્ષા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. દાયકાઓથી, માઉન્ટ એવરેસ્ટ એ વિશ્વભરમાંથી યુવાન અને વૃદ્ધ પર્વતારોહકોને આકર્ષે