Yogini Ekadashi ક્યારે છે, ક્યારે રાખશો વ્રત આવતીકાલે કે પરમદિવસ? જાણો
દર વર્ષે અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ યોગિની એકાદશીનું વ્રત રાખવામાં આવે છે. એકાદશીના દિવસે વ્રત રાખવાથી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ઇચ્છિત ફળ પ્રાપ્ત થાય છે. એવું કહેવાય છે કે યોગિની એકાદશીનું વ્રત કરનારને હજારો બ્રાહ્મણોને ભોજન ખવડાવવા જેટલું ફળ કે પુણ્ય મળે છે અને અજાણતાં થયેલી ભૂલોથી પણ છૂટકારો મળે છે. એકાદશી દર મહિનામાં બે વાર આવે છે. એક પૂનમ પછી અને બીજી અમાસ પછી. પૂનમ પછી આવતી એકાદશીને કૃષ્ણ પક્ષની એકાદશી અને અમાસ પછી આવતી એકાદશીને શુક્લ પક્ષની એકાદશી કહેવામાં આવે છે. આ વર્ષે યોગિની એકાદશીનું વ્રત કઈ તારીખે રાખવામાં આવશે અને પૂજા માટે કયો શુભ સમય રહેશે. એકાદશી પારણા કયા સમયે કરવામાં આવશે તે જાણીએ.
આ વખતે એકાદશી 1 જુલાઈ 2024 સવારે 10:26 થી 2જી જુલાઈ સવારે 8.24 કલાક સુધી રહેશે, ઉદયતિથિને ધ્યાનમાં લીધા અા વ્રત 2જી જુલાઈએ કરવું તેમ પંડિતો જણાવે છે.
ધાર્મિક માન્યતાઓ અનુસાર યોગિની એકાદશીનું વ્રત કરવાથી તમામ પાપોનો નાશ થાય છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. એવું પણ કહેવાય છે કે યોગિની એકાદશીનું વ્રત કરવાથી 88 હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવા સમાન ફળ મળે છે.