Sambhal માં યોગી સરકાર એક્શનમાં, જામા મસ્જિદની સામે જ પોલીસ ચોકી બનાવાશે
સંભલ: ઉત્તર પ્રદેશના સંભલ(Sambhal)જિલ્લામાં કોર્ટના આદેશ બાદ મસ્જિદનો સર્વે કરવા ગયેલી એએસઆઇની ટીમ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ઉપદ્રવીઓએ મોટા પાયે હિંસા આચરી હતી. આ હિંસામાં 4 લોકોના મોત થયા હતા. સાથે જ મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે. આ હિંસા બાદ હવે યોગી સરકાર એક્શનમાં આવી છે. તેમજ ઉત્તર પ્રદેશ પોલીસે મોટું પગલું ભર્યું છે. વ યુપી પોલીસ હવે સંભલના કોટ પૂર્વ વિસ્તારમાં સ્થિત જામા મસ્જિદની સામે એક પોલીસ ચોકી બનાવવા જઈ રહી છે. યુપી પોલીસે આ પગલું ભરવાનું કારણ પણ આપ્યું છે.
24 કલાક પોલીસ તૈનાત રહેશે
સંભલમાં જામા મસ્જિદની સામે જ પોલીસ ચોકી બનાવવામાં આવશે. અહીં 24 કલાક પોલીસ તૈનાત રહેશે. તેમની ચોકી બનાવવા માટે પોલીસે સંબંધિત સ્થળે નિશાન અંકિત કર્યા છે. યુપી પોલીસે કહ્યું છે કે તેમને અહીં વધુ બળની જરૂર છે. આ કારણોસર ચેકપોઇન્ટ બનાવવામાં આવશે.
મસ્જિદ કમિટીના લોકોએ કહ્યું કે અમને અચાનક કહેવામાં આવ્યું
હવે યુપીના સંભલમાં જામા મસ્જિદની સામે પોલીસ ચોકી બનાવવાના પગલા પર મસ્જિદ પક્ષનું નિવેદન પણ સામે આવ્યું છે. સંભલની મસ્જિદ સમિતિના લોકોનો દાવો છે કે પોલીસ જ્યાં ચોકી બનાવવાની વાત કરી રહી છે તેમાંથી અડધી જમીન વકફ બોર્ડની છે. બાકીની જમીન ખાનગી મિલકત છે. મસ્જિદ કમિટીના લોકોએ કહ્યું કે અમને અચાનક કહેવામાં આવ્યું કે અહીં પોલીસ ચોકી બનાવવામાં આવશે.
Also read: સંભલ હિંસાઃ જામા મસ્જિદ નજીક અતિક્રમણ અને વીજ ચોરી કરનારા સામે સરકાર એક્શનમાં
પોલીસે કોઈ માહિતી આપી નથી
24 નવેમ્બરે ઉત્તર પ્રદેશના સંભલમાં શાહી મસ્જિદના સર્વે દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. આ હિંસામાં ચાર લોકો માર્યા ગયા અને ઘણા ઘાયલ થયા. પોલીસે આ કેસમાં 40થી વધુ લોકોની ધરપકડ કરી છે. સંભલની નવી પોલીસ ચોકીનું નામ શું હશે તે અંગે હજુ સુધી પોલીસે કોઈ માહિતી આપી નથી.