નેશનલ

અસીમ, મને આ કારમાં મુસાફરી કરવાનું પસંદ નથી, મારી કાર મારુતિ 800 છે’,મનમોહન સિંહની સાદગી પર ભાજપના નેતા ફિદા

નવી દિલ્હીઃ ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે નિધન થયું છે. પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સીએમ યોગી, રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, અખિલેશ યાદવ, માયાવતી સહિત ઘણા નેતાઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. દરમિયાન, યોગી સરકારના મંત્રી અસીમ અરુણે તેમના જૂના દિવસોને યાદ કરીને પોસ્ટ કર્યું છે. એક સમયે તેઓ તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહના મુખ્ય અંગરક્ષક હતા.

ફેસબુક પર પોસ્ટ કરતી વખતે અસીમ અરુણે કહ્યું હતું કે હું 2004થી લગભગ ત્રણ વર્ષ સુધી તેનો બોડીગાર્ડ હતો. SPGમાં વડાપ્રધાનની સુરક્ષાનું સૌથી અંદરનું વર્તુળ ક્લોઝ પ્રોટેક્શન ટીમ હોય છે, જેનું નેતૃત્વ કરવાની મને તક મળી હતી. AIG CPT એવા અધિકારી છે જે ક્યારેય PM થી દૂર રહેતા નથી. જો પીએમ સાથે માત્ર એક જ બોડી ગાર્ડ રહી શકે તેમ હોય તો માત્ર આ ઓફિસર જ તેમની સાથે રહી શકે છે.. આવી સ્થિતિમાં તેની સાથે પડછાયાની જેમ રહેવું મારી જવાબદારી હતી.

યોગી સરકારના મંત્રી આસિમે વધુમાં કહ્યું હતું કે, “ડૉ. સાહેબ પાસે માત્ર એક જ કાર હતી – મારુતિ 800, જે પીએમ હાઉસમાં ચમકતી બ્લેક BMWની પાછળ ઉભી રહેતી હતી. મનમોહન સિંહજી મને વારંવાર કહેતા, અસીમ, આ કાર ચલાવવાનું મને પસંદ નથી. મારી કાર તો મારુતિ છે.” હું તેમને સમજાવતો કે, ”સર, આ કાર તમારી લક્ઝરી માટે નથી, તેની સુરક્ષા સુવિધાઓ એવી છે કે એસપીજીએ તેને લીધી છે.” પરંતુ જ્યારે પણ તેઓ તેમની BMWમાં નીકળતા, ત્યારે તેઓ હંમેશા તેમની મારૂતી 800 કારને એ રીતે જોતા જાણે કે એવો સંકલ્પ મનમાં ઉચ્ચારી રહ્યા હોય કે, ”હું કોઈ મધ્યમ વર્ગની વ્યક્તિ છું અને સામાન્ય માણસનું ધ્યાન રાખવું મારું કામ છે. આ કરોડોની કિંમતની કાર તો વડા પ્રધાનની છે.”

Also Read – મનમોહન સિંહના નિધન પર 7 દિવસનો રાષ્ટ્રીય શોક; શું છે રાષ્ટ્રીય શોક? સરકારી કચેરીઓ ખુલશે કે બંધ?

ડૉ.મનમોહન સિંહ 26 ડિસેમ્બરે ઘરે અચાનક બેહોશ થઈ ગયા હતા. તેમને રાત્રે 8.06 વાગ્યે દિલ્હી એમ્સની મેડિકલ ઈમરજન્સી વોર્ડમાં લાવવામાં આવ્યા હતા. AIIMSએ એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે તમામ પ્રયાસો છતાં તેમને બચાવી શકાયા નથી. રાત્રે 9.51 વાગ્યે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button