નેશનલ

યોગી આદિત્યનાથે કહ્યું બાળકોને સ્માર્ટ ફોન ના આપો, નહિતર બાળક ડિપ્રેશનમાં જતા રહેશે

ગોરખપુર: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નાના બાળકોના માતા પિતાને ગંભીર ચેતવણી આપી છે. તેમણે ગોરખપુર મહોત્સવમાં સંબોધનમાં જણાવ્યું હતું કે આજ લોકો નાના બાળકોને સ્માર્ટ ફોન આપે છે. જે યોગ્ય નથી. આમ કરશો તો તમારું બાળક ડિપ્રેશનમાં જતું રહેશે. બાળકોને અભ્યાસ કરાવો. આ ઉપરાંત તેમને વાહનચાલકોને પણ અપીલ કરી કે જયારે તમે બાઈક ચલાવો છો ત્યારે મોબાઈલને સાયલન્ટ મોડ પર રાખો. રોડ અકસ્માતથી બચવું જરૂરી છે. તેમજ સારા રોડ એટલા માટે બનાવવામાં આવ્યા છે કારણ કે તમે ઝડપથી એક સ્થાનેથી બીજા સ્થાને પહોંચી શકો. ટ્રાફિકના નિયમોમાં ભંગ માટે નહી. તેમજ ડ્રાઈવિંગ દરમિયાન કાનમાં ઈયર ફોન લગાવવાની પણ જરૂર નથી.

સાયબર ક્રાઈમનો ભોગ બનવાથી બચવું જોઈએ

સીએમ યોગી આદિત્યનાથે સાયબર ક્રાઇમના મુદ્દા પર પણ વાત કરી. તેમણે કહ્યું કે આપણે સાયબર ક્રાઈમનો ભોગ બનવાથી બચવું જોઈએ.

તેમજ જ્યારે પણ આપણે શોર્ટકટનો ઉપયોગ કરીને નફો કમાવવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે આપણે સાયબર ક્રાઇમનો ભોગ બનીએ છીએ. છેતરપિંડી કરનારાઓથી બચવા માટે આપણે જાતે જ સતર્ક રહેવું પડશે.

યોગી આદિત્યનાથે ગોરખપુર મહોત્સવમાં વિપક્ષ પર નિશાન સાધ્યું

આ ઉપરાંત યોગી આદિત્યનાથે ગોરખપુર મહોત્સવમાં વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. જેમાં ગોરખપુરનું રામગઢ તાલ જે એક સમયે ગુનેગારોનો ગઢ માનવામાં આવતું હતું તે હવે એક પર્યટન સ્થળ બની ગયું છે. હવે ગોરખપુરને કોઈ અવગણતું નથી. આ પરિવર્તન છે. અમે રાજ્યને માફિયામુક્ત અને રમખાણોમુક્ત બનાવ્યું છે. અમે ભયમુક્ત વાતાવરણ પૂરું પાડ્યું છે. દીકરી પણ શાળા કે બજારમાં જઈ શકે છે. જો કોઈ ગુંડા હિંમત કરશે તો તેમને આગામી ચોક પર યમરાજ બેઠેલા મળશે.

આપણ વાંચો:  ઈમરાન હાશમીની ફ્લાઈટનું જયપુરમાં ઈમરજન્સી લેન્ડિંગઃ અમદાવાદમાં ઉતરાણ વખતે સર્જાઈ હતી ટેક્નિકલ ખામી

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button