Yogi Adityanath એ દિવાળી પર્વ લોકો હર્ષોઉલ્લાસ સાથે ઉજવી શકે તે માટે વહીવટીતંત્રને આપ્યા આ આદેશો, જાણો વિગતે
લખનૌ : ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે ( Yogi Adityanath)દિવાળી પર્વ બાબતે વહીવટીતંત્રને અનેક આદેશ આપ્યા છે. જેમાં પ્રકાશના પર્વ અને હિંદુઓના તહેવાર એવા દિવાળીમાં તારીખ 28 થી 15 નવેમ્બર સુધી રાજ્યના વીજ કાપ મૂકવાના ના આવે તેવી સુચના આપવામાં આવી છે. આ અંગે મુખ્યમંત્રીએ તમામ વિભાગના સચિવ, જિલ્લા અધિકારીઓ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓની યોજાયેલી બેઠકમાં આ આદેશ આપ્યો છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું કે ” ખુશી અને ઉત્સવના આ પર્વ દરમ્યાન તારીખ 28 ઓકટોબરથી 15 નવેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં 24 કલાક કોઇ પણ અડચણ વિના વીજ પુરવઠો આપવામાં આવે. પાવર કોર્પોરેશને આ અંગે જરૂરી તૈયારી કરવી જોઇએ “
ભેળસેળ વિરુદ્ધ કાર્યવાહી કરવા આદેશ
તેમણે કહ્યું હતું કે, આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને, ખાદ્ય સુરક્ષા તપાસને વધુ સઘન બનાવવી જોઈએ. પરંતુ નિરીક્ષણના નામે કોઈને હેરાન કરવામાં ન આવે તેની પણ કાળજી લેવી જોઈએ.
પોલીસને એલર્ટ રહેવા સૂચના
મુખ્યમંત્રીએ વાહનવ્યવહાર વિભાગને ગ્રામીણ રૂટ પર બસોની સંખ્યા વધારવાનો આદેશ પણ આપ્યો હતો. ખરાબ સ્થિતિમાં બસોને રસ્તાઓ પર ચલાવવાની મંજૂરી આપવી જોઈએ નહીં, તેમણે કહ્યું. સીએમ યોગીએ કડક કાયદો અને વ્યવસ્થા, સમાજના તમામ વર્ગોના સતત સંચાર અને સહકાર પર ભાર મૂક્યો અને પોલીસને ચોવીસ કલાક હાઈ એલર્ટ પર રહેવાનો આદેશ આપ્યો.
આ પ્રસંગે સીએમ યોગીએ કહ્યું હતું કે, રક્ષાબંધન હોય, શ્રી કૃષ્ણ જન્માષ્ટમી, દુર્ગા પૂજા, દશેરા, શ્રાવણી મેળો હોય કે ઈદ, બકરીઇદ , બારાવફાત અને મોહરમ જેવા તહેવારો હોય દરેક તહેવારો દરમિયાન સકારાત્મક વાતાવરણ હોવું જોઇએ મજબૂત ટીમ વર્ક અને જન સહયોગની ભાવના હંમેશા રહેવી જોઇએ.
Also Read – Yogi સરકારે 4 લાખ પોલીસ કર્મીઓને આપી દિવાળી ગિફ્ટ, યુનિફોર્મ અને હાઉસિંગ એલાઉન્સમાં કર્યો વધારો
સોશિયલ મીડિયા પર નજર રાખો
સીએમ યોગીએ કહ્યું, શાંતિપૂર્ણ વાતાવરણને ડોહવવાનો પ્રયાસ કરનારાઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ.તેમણે સોશિયલ મીડિયા પર તકેદારી વધારવાનો આદેશ આપ્યો અને દરેક જિલ્લાને આ પ્લેટફોર્મ્સ પર સતત દેખરેખ રાખવા માટે એક ટીમ રાખવા જણાવ્યું છે.