યોગી આદિત્યનાથે પાકિસ્તાન માટે કરી નાખી મોટી વાત, કૂતરાની પૂંછડી ક્યારેય સીધી થાય નહીં

લખનઉ: રક્ષા પ્રધાન રાજનાથ સિંહે રવિવારે વર્ચ્યુઅલ માધ્યમથી લખનઉમાં બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ ઉત્પાદન એકમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રિજેશ પાઠક સહિત અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, “તમે ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન બ્રહ્મોસ મિસાઈલની ઝલક જોઈ હશે. અને જો નથી જોઇ તો પાકિસ્તાનનાં લોકોને પૂછી લો.
પાકિસ્તાનીઓને પૂછો કે બ્રહ્મોસની તાકાત શું છે?
આ દરમિયાન યુપીના સીએમ યોગી આદિત્યનાથે કહ્યું, “તમે ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન બ્રહ્મોસ મિસાઇલની ઝલક જોઈ હશે. જો નહીં, તો પાકિસ્તાનીઓને પૂછી લેવું જોઈએ કે બ્રહ્મોસની તાકાત શું હોય છે. જ્યાં સુધી આપણે આતંકવાદને સંપૂર્ણ રીતે કચડી નાખીએ નહીં ત્યાં સુધી સમસ્યાનો ઉકેલ આવશે નહીં. આતંકવાદને કચડી નાખવા માટે, આપણે બધાએ પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એક અવાજમાં લડવું પડશે. આતંકવાદ ક્યારેય પ્રેમની ભાષા અપનાવી શકતો નથી. તેનો જવાબ તેની પોતાની ભાષામાં આપવો પડશે. ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા સમગ્ર વિશ્વને સંદેશ આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે ભારત પાકિસ્તાન વચ્ચેનાં તણાવની સ્થિતિ વચ્ચે યોગી આદિત્યનાથના આ નિવેદનની ચારેબાજુ ચર્ચા થઈ રહી છે. તેમના આક્રમક શબ્દોએ પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભારત આતંકવાદ સામે લડવા માટે પ્રતિબદ્ધ છે અને પોતાની રક્ષા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે.
આપણ વાંચો: ‘આપણા દુશ્મનોને સ્પષ્ટ સંદેશ અપાયો…’ રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂર અંગે આપ્યું નિવેદન
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આજે રવિવારે ઉત્તર પ્રદેશના લખનઉમાં બ્રહ્મોસ એરોસ્પેસ ઇન્ટિગ્રેશન અને ટેસ્ટિંગ ફેસિલિટીનું વર્ચ્યુઅલ રીતે હાજર રહીને ઉદ્ઘાટન કર્યું હતું. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક સહિત ઘણા નેતાઓ આ ઉદ્ઘાટન સમારોહમાં હાજર રહ્યા હતા.