નેશનલ

Yogi Adityanath સરકારના મંત્રીમંડળની વિસ્તરણની અટકળો તેજ, અનેક મંત્રીઓના પત્તા કપાવાની શકયતા

લખનૌ: ઉત્તર પ્રદેશમાં વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ ગઠબંધને 9માંથી 7 બેઠકો જીત્યા બાદ યોગી આદિત્યનાથ( Yogi Adityanath)સરકારના મંત્રીમંડળમાં ફેરફારની અટકળો તેજ થઇ છે. જેમાં સાથી પક્ષો પણ કેબિનેટમાં ક્વોટા વધારવા માટે દાવો કરવાની તૈયારી કરી રહ્યા છે. જોકે, દિલ્હી વિધાનસભાની ચૂંટણી બાદ કેબિનેટમાં ફેરબદલ શક્ય છે. સૂત્રોનું માનીએ તો આ વખતે કેબિનેટમાં મોટા પાયે ફેરબદલની તૈયારીઓ ચાલી રહી છે. જેમાં ઘણા કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓના પત્તા કપાઈ શકે છે.

વિસ્તરણની રૂપરેખા નક્કી કરવામાં આવશે

ઉત્તર પ્રદેશમાં પેટાચૂંટણી પૂર્વે જ મંત્રીમંડળમાં ફેરબદલની અટકળો શરૂ થઈ ગઈ હતી. પરંતુ કોઈને કોઈ કારણસર આ મામલો સ્થગિત થયો હતો. જોકે. પેટાચૂંટણી બાદ સરકાર અને પાર્ટી સ્તરે મિશન-2027ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તેથી માનવામાં આવી રહ્યું છે કે આ વખતે કેબિનેટ વિસ્તરણ લાંબા સમય સુધી મુલતવી રાખવામાં આવશે નહીં. સૂત્રોનું કહેવું છે કે આ અંગે ટૂંક સમયમાં દિલ્હીમાં બેઠક યોજાશે. તેમાં વિસ્તરણની રૂપરેખા નક્કી કરવામાં આવશે. આ પછી વિસ્તરણને આખરી ઓપ આપવામાં આવશે.

ઓબીસી અને દલિત ચહેરાઓને પણ મંત્રીમંડળ સામેલ કરી શકાય

સૂત્રોનું કહેવું છે કે લોકસભાની ચૂંટણીમાં ઓબીસી અને દલિત મતદારોના વિભાજનને કારણે ભાજપને મોટું નુકસાન વેઠવું પડ્યું હતું. પેટાચૂંટણીમાં તેની ભરપાઈ કરવા માટે સરકાર અને સંગઠને ઘણી મહેનત કરી હતી. તેના સાર્થક પરિણામો પણ બહાર આવ્યા છે. તેથી સમીકરણ ઉકેલવા માટે ઓબીસી અને દલિત ચહેરાઓને પણ મંત્રીમંડળ વિસ્તરણમાં સામેલ કરી શકાય છે.

કેટલાક સંગઠનોના નેતાઓને પણ મંત્રી બનાવી શકાય

સૂત્રોનું કહેવું છે કે પેટાચૂંટણીમાં જીતનારા એક-બે ધારાસભ્યોને પણ તક આપવામાં આવી શકે છે. ખાસ કરીને જે બેઠકો પર ભાજપ દાયકાઓથી જીત્યો ન હતો ત્યાંથી વિજેતા ધારાસભ્યોને મંત્રી પદ આપવામાં આવી શકે છે. તેની સાથે જ લાંબા સમય સુધી મંત્રી હોવા છતાં સારું પરિણામ ન આપનારા ઘણા મંત્રીઓને પણ પડતા મૂકવામાં આવી શકે છે. આવા અનેક મંત્રીઓની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. જેઓ સંગઠનમાં વધુ સારું કામ કરે છે. ખાસ કરીને પેટાચૂંટણીની રણનીતિ સાથે સંકળાયેલા કેટલાક સંગઠનોના નેતાઓને પણ મંત્રી બનાવી શકાય છે.

Also Read – કેન્દ્ર સરકારને વિપક્ષ સામે ઝૂકવું પડ્યુંઃ JPCનો કાર્યકાળ લંબાવ્યો, જાણો Waqf Bill ક્યારે આવશે?

સાથી પક્ષોનો પણ દાવો

પેટાચૂંટણીમાં ભાગ લેવાથી વંચિત રહી ગયેલા નિષાદ પાર્ટીના અધ્યક્ષ સંજય નિષાદ કેબિનેટમાં વધુ એક પદ મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. જ્યારે મીરાપુર સીટ જીતનાર આરએલડી પણ દબાણ બનાવી શકે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button