નેશનલ

યુપીમાં સૌથી લાંબા સમય સુધી સીએમ તરીકે સેવા આપનારા નેતા બન્યા યોગી આદિત્યનાથ, આ નેતાનો રેકોર્ડ તોડ્યો

લખનૌ : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. યોગી આદિત્યનાથ રાજ્યમાં સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રી તરીકે સેવા આપનારા પ્રથમ નેતા બન્યા છે. તેમણે રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી ગોવિંદ વલ્લભ પંતનો રેકોર્ડ તોડ્યો છે. યોગી આદિત્યનાથે અત્યાર સુધી 8 વર્ષ અને 132 દિવસનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે. જયારે ગોવિંદ વલ્લભ પંતનો કુલ કાર્યકાળ આઝાદી પૂર્વ સહિત 8 વર્ષ અને 132 દિવસનો રહ્યો હતો. યોગી આદિત્યનાથે 19 માર્ચ 2017ના રોજ મુખ્યમંત્રી પદની શપથ લીધી હતી. જયારે વર્ષ 2022માં તે સતત બીજી વખત સીએમ બન્યા છે.

યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના 22માં મુખ્યમંત્રી

યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના 22માં મુખ્યમંત્રી છે. તે ગોરખનાથ મઠના મહંત છે. આ ઉપરાંત તે એવા પ્રથમ મુખ્યમંત્રી છે જેમણે સતત બીજી વાર મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. યોગી આદિત્યનાથે વર્ષ 1998માં 26 વર્ષની
ઉંમરમાં ગોરખપુર લોકસભા બેઠક પરથી ચૂંટણી જીતીને રાજનીતિના પ્રવેશ મેળવ્યો હતો. તે દેશના યુવા સાંસદ હતા. તે સતત પાંચ વાર ગોરખપુર બેઠક પરથી લોકસભા પહોંચ્યા હતા.

તેમણે અનેક પરંપરાઓને તોડી

યોગી આદિત્યનાથની રાજકીય સફર વર્ષ 1998માં શરુ થઈ હતી. તેમજ મુખ્યમંત્રી બન્યા બાદ તેમણે અનેક પરંપરાઓને તોડી હતી. જેમાં એવું કહેવામાં આવતું હતું કે જે મુખ્યમંત્રી નોઈડાની મુલાકાત લે છે તે બીજી વાર મુખ્યમંત્રી નથી બનતા. તેમજ પહેલાની સરકારો નોઈડાના વિકાસ યોજનાઓનો લખનૌથી ઓનલાઈન શુભારંભ કરવામાં આવતો હતો. જોકે,
યોગી આદિત્યનાથે આ પરંપરાને તોડી અને સીએમ બન્યા બાદ અનેક વાર નોઈડાની મુલાકાત લીધી હતી. તેમજ પ્રથમ
કાર્યકાળ બાદ બીજો કાર્યકાળ પણ સફળતાપૂર્વક ચાલી રહ્યો છે.

આ પણ વાંચો…યોગી આદિત્યનાથ દિલ્હીમાં: PM મોદી, અમિત શાહ, નડ્ડા સાથે 3 કલાકની મેરેથોન બેઠક!

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button