નેશનલ

બાબરી મસ્જિદના સપના જોનારા પર યોગીનો પ્રહાર, કહ્યું પુન: નિર્માણ અશક્ય…

બારાબંકી: પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં બુધવારથી બાબરી મસ્જિદની પ્રતિકૃતિરૂપ મસ્જિદનું બાંધકામ શરૂ થવાનું છે. જેનો હિંદુ સંગઠનોએ વિરોધ કરીને લખનઉથી સુધી કૂચ કરવાની જાહેરાત કરી છે. ત્યારે યુપીના સીએમ યોગી આદિત્યનાથે પણ આ અંગે નારાજગી વ્યક્ત કરી છે. તેમજ બાબરી મસ્જિદનું માળખું દેશમાં ક્યારે ફરી બનાવવા દેવામાં નહિ આવે.

બાબરીના માળખાનું પુન: નિર્માણ અશક્ય

સીએમ યોગીએ કહ્યું કે, આ સરકાર જે કહે છે. અમે કહ્યું, ‘રામ લલ્લા આવશે અમે આવીને ત્યાં મંદિર બનાવીશું.અમે આજે ફરીથી કહી રહ્યા છીએ કે કયામત સુધી પણ તે દિવસ ક્યારેય નહીં આવે જ્યારે બાબરીના માળખાનું પુન: નિર્માણ કરવામાં આવે.

ભારતમાં કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો

સીએમ યોગી આદિત્યનાથે બારાબંકીમાં જાહેર સભાને સંબોધતા સ્પષ્ટ સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે કેટલાક લોકો તકવાદી વલણ અપનાવે છે. કટોકટી આવે ત્યારે તેઓ રામને યાદ કરે છે જ્યારે અન્ય લોકો તેમને ભૂલી જાય છે. તેથી ભગવાન રામ પણ તેમને ભૂલી ગયા છે. રામ ભક્તો પર ગોળીબાર કરનારા આ દેશદ્રોહીઓ માટે હવે કોઈ જગ્યા બાકી નથી. તેઓ રામના કાર્યમાં અવરોધ ઉભો કરી રહ્યા હતા. બાબરી માળખાનું સ્વપ્ન જોનારાઓને,એ દિવસ ક્યારેય નહીં આવે. તેમજ ભારતમાં કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો.

આ પણ વાંચો…પશ્ચિમ બંગાળમાં બાબરી મસ્જિદ મોડલ પર મસ્જિદનો શિલાન્યાસ, ભાજપે કર્યા આક્રમક પ્રહાર…

સુરક્ષા એ દરેક વ્યક્તિનો અધિકાર

વધુમાં, સીએમ યોગીએ કહ્યું કે કેટલાક લોકો જે વિકસિત ભારતની વિભાવનાને પચાવી શકતા નથી તેઓ કાવતરું ઘડી રહ્યા છે. આ દેશ ક્યારેય નબળો નહોતો. 2017 પહેલા પણ ઉત્તર પ્રદેશ અસ્તિત્વમાં હતું. કોઈ તહેવાર ઉજવી શકાતા નહોતા. દીકરીઓ, મંદિરો કે શાળાઓ સુરક્ષિત નહોતી. લોકોને રસ્તાઓ પર લૂંટવામાં આવતા હતા. કોઈપણ ગરીબ વ્યક્તિની જમીન પર અતિક્રમણ કરવામાં આવતું હતું. સુરક્ષા એ દરેક વ્યક્તિનો અધિકાર છે, અને કાયદો તોડનારાઓને એવી સજા કરવામાં આવશે કે સાત પેઢીઓ તેને યાદ રાખશે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button