યમનના નિમિષા પ્રિયા કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, કોર્ટે કહ્યું સરકાર નિર્ણય લેશે

નવી દિલ્હી : યમનના નાગરિકની હત્યા કેસમાં ભારતીય નર્સ નિમિષા પ્રિયાને યમનમાં ફાંસીની સજા આપવામાં આવી છે. ત્યારે સુપ્રીમ કોર્ટના તેને ફાંસીની સજાથી બચાવવા માટે અરજી પર સુનાવણી કરવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ કેસમાં સરકાર જાતે નિણર્ય લેશે. આ અંગે સેવ નિમિષા પ્રિયા એકશન કાઉન્સિલ નામની સંસ્થાએ કોર્ટમાં નિમિષાના પરિવારને વાતચીત કરવા માટે યમન જવાની મંજુરી માંગી હતી.
આ અંગે દલીલ કરતા અરજીકર્તાએ જણાવ્યું કે હાલ નિમિષા પ્રિયાની ફાંસીની સજા પર રોક લગાવી દેવામાં આવી છે. અમે સરકારના આભારી છીએ પરંતુ યમન જવાની જરૂર છે જેથી તેનો પરિવાર તેની સાથે વાત કરી શકે.
વધુ સુનાવણી 14 ઓગસ્ટના રોજ
જયારે સરકાર તરફથી અદાલતમાં જવાબ આપતા એટર્ની જનરલ આર. વેંકટ રમણીએ જણાવ્યું કે, આ કેસમાં અમે નથી ઈચ્છતા કે ખોટું પરિણામ આવે અમે ઈચ્છીએ છીએ કે નિમિષા સલામત રીતે ભારત પર ફરી શકે. જયારે સુપ્રીમ કોર્ટે અરજીકર્તાને કહ્યું કે તમે સરકારના આવેદન આપો. આ અંગે સરકાર પોતાની રીતે યોગ્ય નિર્ણય લેશે. આ અંગે અમે કોઈ આદેશ ના આપી શકીએ. જયારે આ અંગેની વધુ સુનાવણી 14 ઓગસ્ટના રોજ હાથ ધરાશે.
જાણો કોણ છે નિમિષા પ્રિયા ?
ઉલ્લેખનીય છે કે, યમનમાં કામ કરવા ગયેલી ભારતીય નર્સ નિમિષા પ્રિયાને હત્યાના કેસમાં ફાંસીની સજા ફટકારવામાં આવી છે. જેની પર હાલ રોક લગાવવામાં આવી છે. આ સજાને યમનના રાષ્ટ્રપતિએ આ સજાને મંજૂરી આપી દીધી છે. આ પછી હવે ભારત સરકાર નિમિષાની મદદ માટે આગળ આવી છે.
પરિવારને કાયદાકીય વિકલ્પો શોધવામાં મદદ
જયારે સરકારે મંગળવારે નિમિષા પ્રિયાના પરિવારને આશ્વાસન આપ્યું છે કે નિમિષા પ્રિયાને બચાવવા માટે તમામ શક્ય મદદ કરવામાં આવી રહી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે સરકાર આ બાબતથી વાકેફ છે અને પરિવારને કાયદાકીય વિકલ્પો શોધવામાં મદદ કરવામાં આવી રહી છે.