યાસીન મલિકનો ખુલાસો, મનમોહન સિંહે હાફિઝ સૈયદ સાથે મુલાકાત બાદ મને ધન્યવાદ કહ્યું હતું

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રંટના વડા ચીફ યાસીન મલિકે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ મુદ્દે સનસનીભર્યો દાવો કર્યો છે. યાસીન મલિક હાલ આતંકી ફંડિંગ કેસમાં જેલમાં બંધ છે. તેણે કહ્યું છે કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે તેને હાફિઝ સૈયદ સાથે મુલાકાત કર્યા બાદ આભાર વ્યક્ત કર્યો હતો. જેમાં વર્ષ 2006માં પાકિસ્તાનમાં લશ્કરે તૈયબાના સંસ્થાપક અને 26/11ના માસ્ટર માઈન્ડ હાફિઝ સૈયદ સાથે યાસીન મલિકે મુલાકાત કરી હતી.
85 પાનાની એફિડેવિટમાં દાવો
આ અહેવાલ અનુસાર આતંકવાદી યાસીન મલિકે દિલ્હી હાઈકોર્ટમાં 25 ઓગસ્ટ 2025ના રોજ 85 પાનાની એફિડેવિટમાં દાવો કર્યો છે. વર્ષ 2006માં થયેલી બેઠકમાં તેમની આ પોતાની પહેલ ન હતી. પરંતુ પાકિસ્તાન સાથે ભારતીય ગુપ્તચર અધિકારીઓની ભલામણ પર પાકિસ્તાન સાથે ગુપ્ત શાંતિ મંત્રતા હતી.
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એમકે નારાયણન ની હાજરીમાં મળ્યા
આ અંગે આતંકવાદી યાસીન મલિકે જણાવ્યું છે કે, તેમને એ જ સાંજે તત્કાલીન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એમકે નારાયણનની હાજરીમાં મનમોહન સિંહ સાથે મુલાકાત કરી હતી. તેમણે દાવો કર્યો કે આ મુલાકાત દરમિયાન વ્યકિતગત રૂપે તેમણે પાકિસ્તાનના કટ્ટરપંથી તત્ત્વો સાથે કરેલી મુલાકાત અને પ્રયાસ બાદ ધન્યવાદ કહ્યું હતું.
સ્પેશિયલ ડિરેક્ટર વી.કે. જોશીએ તેમને દિલ્હીમાં મળ્યા હતા
યાસીન મલિકના નિવેદન મુજબ વર્ષ 2005માં કાશ્મીરમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ પાકિસ્તાનની મુલાકાત પહેલાં ઇન્ટેલિજન્સ બ્યુરોના તત્કાલીન સ્પેશિયલ ડિરેક્ટર વી.કે. જોશીએ તેમને દિલ્હીમાં મળ્યા હતા. અહેવાલ મુજબ, જોશીએ મલિકને વિનંતી કરી હતી કે તેઓ આ તકનો ઉપયોગ ફક્ત પાકિસ્તાની રાજકીય નેતૃત્વ સાથે જ નહીં પરંતુ હાફીઝ સઈદ સહિત આતંકવાદી વ્યક્તિઓ સાથે પણ વાતચીત કરે. જેથી તત્કાલીન વડા પ્રધાન મનમોહન સિંહના શાંતિ પ્રયાસોને ટેકો મળે.
આપણ વાંચો: ‘મને પાકિસ્તાનમાં ઘર જેવું લાગે છે’ સામ પિત્રોડાનું વિવાદાસ્પદ નિવેદન; ભાજપે કર્યો પલટવાર