નેશનલસ્પોર્ટસ

યશસ્વી-શિવમે દમદાર પર્ફોર્મન્સથી સિરીઝ જિતાડી આપી

રોહિત શર્મા વિક્રમજનક 150મી મૅચમાં ઝીરોમાં આઉટ થયો, પણ યુવા ખેલાડીઓએ નિરાશ ન કર્યા: અર્શદીપની 20મી ઓવરમાં ચાર વિકેટ

ઇન્દોર: ભારતે રવિવારે અહીં અફઘાનિસ્તાન સામેની ત્રણ મૅચની ટી-20 સિરીઝની બીજી મૅચ પણ જીતીને ટ્રોફી પર કબજો કરી લીધો હતો.

ભારતે 173 રનનો લક્ષ્યાંક 26 બૉલ બાકી રાખીને અને છ વિકેટના માર્જિનથી હાંસલ કરી લીધો હતો. યશસ્વી જયસ્વાલ (68 રન, 34 બૉલ, છ સિક્સર, પાંચ ફોર) અને પહેલી મૅચના હીરો શિવમ દુબે (63 અણનમ, 32 બૉલ, ચાર સિક્સર, પાંચ ફોર)એ પોણાબસો રન જેટલો ટાર્ગેટ જરાય અઘરો નહોતો લાગવા દીધો. કમબૅકમૅન વિરાટ કોહલીએ પણ 29 રનનું બહુમૂલ્ય યોગદાન આપ્યું હતું. રિન્કુ સિંહ નવ રને અણનમ રહ્યો હતો. જોકે એ પહેલાં, જિતેશ શર્મા ઝીરોમાં વિકેટ ગુમાવી બેઠો હતો.

રોહિત શર્માની આ ઐતિહાસિક 150મી ટી-20 ઇન્ટરનૅશનલ હતી અને એમાં તે પોતાના પહેલા જ બૉલમાં આઉટ થઈ ગયો હતો. તેને ફારુકીએ ક્લીન બોલ્ડ કર્યો હતો. પ્રવાસી ટીમના કરીમ જનતે સૌથી વધુ બે વિકેટ લીધી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button