નવી દિલ્હી: રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ડબલ્યુએફઆઇ)ના ભૂતપૂર્વ ચીફ બ્રિજભૂષણ શરણ સિંહ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. આ મુદ્દે દેશમાં પહેલવાનોએ દિલ્હીના જંતર મંતર ખાતે પણ વિરોધ પ્રદર્શન કરી બ્રિજભૂષણ સિંહને તેમના પદ પરથી હટાવવાની માગણી કરી હતી. આ અગાઉ ભારતીય કુસ્તી મહાસંઘની ચૂંટણીમાં બ્રિજભૂષણ સિંહની નજીકના સંજય સિંહની જીત પછી સાક્ષી મલિકે સંન્યાસ જાહેર કર્યો હતો, જ્યારે વડા પ્રધાનના નિવાસસ્થાનની સામે રસ્તા પર મેડલ મૂકી દીધા હતા.
કુસ્તીબાજોએ કહ્યું હતું કે જો સરકાર તેમની આ માગણીને માન્ય નહીં કરે તો તેઓ મળેલા દરેક એવોર્ડ અને મેડલને પાછા આપી દેશે. આ મામલે હવે જાણીતી મહિલા રેસલર વિનેશ ફોગાટે તેને મળેલા એવોર્ડ પાછા આપવાની જાહેરાત કરી હતી.
વિનેશ ફોગાટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી જણાવ્યું કહ્યું હતું કે તે પોતાને મળેલા મેજર ધ્યાનચંદ ખેલરત્ન અને અર્જુન એવોર્ડ સરકારને પાછા આપશે, જ્યારે તેનો લેટર પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. થોડા સમય પહેલા રેસલર સાક્ષી માલિકે રેસલિંગમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી અને પહેલવાન બજરંગ પુનિયાએ પોતાને મળેલો પદ્મશ્રી એવોર્ડ પણ પરત કરવાની વાત કહી હતી.
વિનેશ ફોગાટે ટ્વીટ કરીને લખ્યું હતું કે હું મારો મેજર ધ્યાનચંદ રત્ન અને અર્જુન એવોર્ડને પાછો આપી રહી છે. આ ઉપરાંત, બીજી લાઈનમાં લખ્યું હતું કે મને આ પરિસ્થિતિમાં મૂકવા માટે સર્વશક્તિમાનનો ખૂબ ખૂબ આભાર. આ બંને લેટર સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહ્યા છે.