વાહ! લક્ષદ્વીપ પહોંચવામાં હવે 5 કલાકની બચત થશે, પ્રવાસીઓનો પ્રથમ બેચ માત્ર 7 કલાકમાં પહોંચી ગયો

લક્ષદ્વીપના પર્યટનને પ્રોત્સાહન આપવા માટે સરકાર પ્રવાસીઓ માટે એક પછી એક અનેક સુવિધાઓ પૂરી પાડી રહી છે. આ ક્રમમાં સરકારે હવે પરલી નામની નવી જહાજ સેવા શરૂ કરી છે. આ હાઈ સ્પીડ વેસલ સર્વિસને કારણે લક્ષદ્વીપ જવા માટેના સમયમાં 5 કલાકનો ઘટાડો થયો છે. 160 મુસાફરોની પ્રથમ બેચ સાથે પરાલી જહાજ લક્ષદ્વીપ પહોંચી ચૂક્યુ છે. ગુરુવારે પરાલીએ માત્ર 7 કલાકમાં લક્ષદ્વીપથી મેંગલુરુના જૂના બંદર સુધી પ્રવાસીઓને પહોંચાડ્યા હતા. અગાઉ આ અંતર કાપવામાં 13 કલાકનો સમય લાગતો હતો. એજન્સી સાથે વાત કરતા, ‘એચએસસી પરલી’ પર પ્રવાસીઓની પ્રથમ બેચના મુસાફરે જણાવ્યું હતું કે તે એક અલગ અનુભવ હતો. નવા જહાજમાં હાઇ-સ્પીડ કનેક્ટિવિટી તે છે જ. ઉપરાંત તે પહેલાનાં જહાજો કરતાં વધુ આરામદાયક પણ છે. તેને કાર્ગો કેરિયરમાંથી પેસેન્જર કેરિયરમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે.
કેન્દ્રીય પર્યટન મંત્રાલય હેઠળ રચાયેલ લક્ષદ્વીપ ટાપુ પ્રવાસન વિકાસ નિગમ (LITDA) મેંગલોર-લક્ષદ્વીપ ટુરિસ્ટ લાઇનર સેવા અમુક ટ્રાયલ રન પછી શરૂ કરશે. જો કે ચોમાસાની શરૂઆત બાદ દરિયો કેટલો જોખમી રહેશે, તે વિશે હાલમાં કોઇ જાણકારી નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે LITDA એ પહેલાથી જ કદમટ્ટ ખાતે રિસેપ્શન પોઈન્ટ પર સુવિધાઓ વધારી દીધી છે, જે મુખ્ય ભૂમિથી આગમનનું સૌથી નજીકનું બંદર છે.
વર્ષના પ્રારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપ ટાપુની મુલાકાત બાદ, વહીવટીતંત્રે મુખ્ય ભૂમિ કોચી અને મેંગલુરુ વચ્ચે જોડાણ સુધારવા માટે ઘણા પગલાં લીધાં છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ પહેલું પગલું છે અને લક્ષદ્વીપના લોકો માટે પશ્ચિમ ઘાટ ઇકો ટુરિઝમ, શૈક્ષણિક, આરોગ્ય અને મનોરંજન પ્રવાસન સહિત વિવિધ પ્રકારના પર્યટન માટે મેંગલુરુ પહોંચવાનું સરળ બનાવશે.
ઇ.સ. 1783થી લક્ષદ્વીપ અને કર્ણાટકનો સહિયારો ઈતિહાસ છે, કારણ કે હૈદર અલી અને ટીપુ સુલતાને લૂંટારુઓને લક્ષદ્વીપ ટાપુમાં પ્રવેશવા દીધા ન હતા અને લક્ષદ્વીપને લૂંટતા અટકાવ્યા હતા. પરંતુ 1799 પછી, જ્યારે ટીપુ સુલતાન મૈસુર નજીક શ્રીરંગપટનામાં મૃત્યુ પામ્યો, ત્યારે અંગ્રેજોએ આ ટાપુઓ પર કબજો કર્યો અને લક્ષદ્વીપના લોકોએ ફરીથી તેમની સ્વતંત્રતા ગુમાવી દીધી હતી.