મનાલી ફરવા ન આવશોઃ સ્નો ફોલ અને ટ્રાફિક જામમાં ફસાયેલા પર્યટકે આપી સલાહ, જૂઓ વીડિયો

મનાલીઃ શિયાળામાં પર્યટકોના ફેવરિટ એવા હિમાચલ પ્રદેશના મનાલી અને સોલંગ વેલીમાં હાલમાં ભારે હીમવર્ષા થઈ રહી છે અને તેના લીધે પર્યટકો ફસાયેલા છે. સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે અને અહીંથી આહલાદક લાગતા આ દશ્યો પર્યટકો અને સ્થાનિક તંત્ર માટે પડકારરૂપ બની રહ્યા છે.
આ બધા વચ્ચે Chlucky Tyagi નામના એક પર્યટકે એક વીડિયો શેર કર્ય છે, જેમાં વાહનો કઈ રીતે લાંબી કતારમાં ઊભા છે અને આખેઆખા બરફથી ઢંકાયેલા છે તે દેખાઈ રહ્યું છે. સ્થિતિ ઘણી વિકટ છે અને આ બધા વચ્ચે જે લોકો અહીં નથી પહોંચ્યા, પરંતુ અહીં આવવાનું વિચારી રહ્યા છે તેમને ન આવવા અપીલ કરી છે. તેમણે સીધી અપીલ જ કરી છે કે મનાલી અને સિલંગ વેલી કોઈ આવશો નહીં. તેમણે પોતે ટ્રાફિકમાં ફસાયેલા હોવાનું કહ્યું છે અને પોતાની સાથે સબડિવિઝનલ મેજિસ્ટ્રેટનું વાહન ફસાયાનું પણ કહ્યું છે.
આ પણ વાંચો: Christmas પર શિમલા -મનાલીમાં હિમવર્ષા, પ્રવાસીઓ ફસાયા, ચાર લોકોનાં મોત…
આ સાથે હાલમાં વિકટ પરિસ્થિતિ છે તે હજુ બગડવાની સંબાવના છે કારણ કે હવામાન ખાતાએ હજુ વધારે હીમવર્ષા થશે તેમ જણાવ્યું છે.
અટલ ટનલ અને સોલંગ વેલી વચ્ચે લગભગ 2000 જેટલા વાહનો ફસાઈ ગયા છે અને બચાવકાર્ય ચાલુ હોવાનું સ્થાનિક અધિકારીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું.