ધર્મતેજનેશનલ

નવરાત્રિના ચોથા દિવસે આ રીતે કરો મા કુષ્માંડાની પૂજા અને મેળવો કૃપા…

આવતીકાલે એટલે કે 18મી ઓક્ટોબરના ચોથા નોરતે મા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. કુષ્માંડા દેવીને બ્રહ્માંડની આદિશક્તિ માનવામાં આવે છે અને દેવી દુર્ગાના બધા રૂપમાંથી સૌથી ઉગ્રસ્વરૂપ માનવામાં આવે છે અને મા કુષ્માંડા સૂર્ય સમાન તેજ આપે છે.

પૌરાણિક માન્યતાઓની વાત કરીએ તો જ્યારે આખા સંસારમાં અંધકાર છવાઈ ગયો હતો ત્યારે મા કુષ્માંડાએ પોતાના મધુર સ્મિતથી બ્રહ્માંડની રચના કરી હતી. એવું માનવામાં આવે છે કે કુષ્માંડા માતાની પૂજા કરવાથી બૌદ્ધિક વિકાસ થાય છે.

ચાલો આજે અમે તમને અહીં દેવી કુષ્માંડાની પૂજા કરવાની વિધી અને જાપ વિશે જણાવીએ-

શારદીય નવરાત્રિના ચોથા દિવસે દેવી કુષ્માંડાની પૂજા કરતી વખતે પીળા વસ્ત્રો પહેરવા જોઈએ. પૂજા દરમિયાન દેવીને પીળા ચંદનનું તિલક કરો અને ત્યાર બાદ કંકુ, મૌલી અને અક્ષત અર્પણ કરો. નાગરવેલના પાન પર થોડું કેસર લઈને ऊँ बृं बृहस्पते नम: મંત્રનો જાપ કરો અને દેવીને અર્પણ કરો.

ॐ कुष्माण्डायै नम:ના મંત્રની એક માળા ફેરવો અને દુર્ગા સપ્તશતિ અને સિદ્ધ કુંજિકા સ્રોતનો પાઠ કરો. મા કુષ્માંડાને પીળો રંગ ખૂબ જ પ્રિય છે અને પૂજામાં દેવીને પાળી વસ્ત્ર, પીળી બંગડીઓ, પીળી મિઠાઓ અર્પણ કરો દેવી કુષ્માંડાને પીળું કમળ ખૂબ જ પ્રિય છે અને એવી માન્યતા છે કે આ પીળું કમળ અર્પણ કરવાથી સાધકને તેમની કૃપા પ્રાપ્ત થાય છે.
મા કુષ્માંડાને માલપુઆનું ભોગ લગાવો અને આનાથી બુદ્ધિ, યશ અને નિર્ણય લેવાની ક્ષમતામાં વૃદ્ધિ થાય છે. માલપુઆનો ભોગ લગાવ્યા બાદ પોતે પણ ખાવ અને બ્રાહ્મણોને પણ ખવડાવો.

આ રહ્યો મા કુષ્માંડા મંત્ર-

  • ॐ जयन्ती मंगला काली भद्रकाली कपालिनी।
    दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोऽस्तुते।।

  • या देवी सर्वभू‍तेषु माँ कूष्मांडा रूपेण संस्थिता।
    नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।

  • ‘ॐ ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चै’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button