નેશનલ

જ્ઞાનવાપી મસ્જિદના ભોંયરામાં પૂજાની મંજૂરી: મુસ્લિમ વિસ્તારોમાં દુકાનો બંધ

વારાણસી: જ્ઞાનવાપી મસ્જિદના ભોંયરામાં હિન્દુઓને પૂજા કરવાની મંજૂરી આપવાના જિલ્લા અદાલતના આદેશને પગલે શહેરના મુસ્લિમ બહુમતિ વિસ્તારોમાં દુકાનો બંધ રહી હતી અને પોલીસે શુક્રવારની નમાઝ પહેલા સમગ્ર જિલ્લામાં એલર્ટ જાહેર કર્યું હતું. જિલ્લા અદાલતના આદેશ બાદ પ્રથમ શુક્રવારની નમાઝ પર વારાણસી જિલ્લામાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.

જ્ઞાનવાપી મસ્જિદની સારસંભાળ રાખતી અંજુમન ઈન્તેઝામિયા મસાજિદ સમિતિએ શુક્રવારે શહેરમાં બંધની જાહેરાત કરી હતી. બંધની અસર દાલમંડી, નવી સડક, નડેસર અને આર્દલ બજારના વિસ્તારોમાં જોવા મળી હતી. સમિતિ દ્વારા જાહેર કરાયેલા પત્રમાં તેમણે બજારો બંધ રાખવાની અપીલ કરી હતી અને લોકોને શાંતિથી નમાજ અદા કરવા જણાવ્યું હતું. જેમાં મુસ્લિમ મહિલાઓને તેમના ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી હતી.

પોલીસ કમિશનર અશોક મુથા જૈને મોડી રાત્રે પોલીસ અધિકારીઓ સાથે સુરક્ષા વ્યવસ્થા અંગે બેઠક યોજી
હતી. દિવસ દરમિયાન શાંતિ જાળવવા માટે પડોશી જિલ્લાઓમાંથી વધારાની પોલીસ ફોર્સ બોલાવવામાં આવી હતી. કાશી વિશ્ર્વનાથ ધામ અને નજીકના વિસ્તારોમાં વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. સંવેદનશીલ વિસ્તારોમાં રેપિડ પોલીસ ફોર્સ તૈનાત કરાઇ હતી.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button