નેશનલ

વિશ્ર્વનો સૌથી મોટો અનાજ સંગ્રહ કાર્યક્રમ

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સહકારી ક્ષેત્રમાં વિશ્ર્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજના શરૂ કરી હતી, જેમાં ઘણા રાજ્યોમાં પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ (પેકસ)માં ૧૧ ગોડાઉનના ઉદ્ઘાટન સાથે ₹ ૧.૨૫ લાખ કરોડથી વધુના રોકાણની જરૂર છે.

મોદીએ અહીં એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે આ કાર્યક્રમ હેઠળ, સહકારી ક્ષેત્રમાં હજારો ગોડાઉન અને વેરહાઉસનું નિર્માણ કરીને આગામી પાંચ વર્ષમાં ૭૦૦ લાખ ટન સંગ્રહ ક્ષમતા ઊભી કરવામાં આવશે.

તેમણે ૫૦૦ વધુ પેક્સમાં ગોડાઉન અને અન્ય કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનો પણ પાયો નાખ્યો હતો.
તેમણે ૧૧ રાજ્યોમાં ૧૧ પેક્સ દ્વારા સ્થાપિત ૧૧ ગોડાઉનનું ઉદ્ઘાટન કર્યા પછી જણાવ્યું હતું કે “આજે અમે અમારા ખેડૂતો માટે વિશ્ર્વની સૌથી મોટી સંગ્રહ યોજના શરૂ કરી છે. આ અંતર્ગત, દેશભરમાં હજારો વેરહાઉસ અને ગોડાઉન બનાવવામાં આવશે.
તેમણે કહ્યું કે દેશમાં સ્ટોરેજ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવે ખેડૂતોને ભારે નુકસાન સહન
કરવાની ફરજ પડી છે. અગાઉની સરકારોએ ક્યારેય આ સમસ્યા પર યોગ્ય ધ્યાન આપ્યું ન હતું. પરંતુ આજે પેક્સ દ્વારા, આ સમસ્યાને સંબોધવામાં આવી રહી છે. વિશ્ર્વના સૌથી મોટા અનાજ સંગ્રહ કાર્યક્રમ હેઠળ, આગામી પાંચ વર્ષમાં ૭૦૦ લાખ ટન સ્ટોરેજ ક્ષમતાનું નિર્માણ કરવામાં આવશે. આ પહેલથી વધુ સવા લાખ કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે.

વિશાળ સ્ટોરેજ સવલતોના નિર્માણ સાથે, મોદીએ જણાવ્યું હતું કે ખેડૂતો તેમની ઉપજને ગોડાઉન/વેરહાઉસમાં સંગ્રહિત કરી શકશે, તેની સામે સંસ્થાકીય ધિરાણ મેળવી શકશે અને જ્યારે બજાર કિંમતો લાભકારી હશે ત્યારે તેમની વસ્તુઓ વેચી શકશે.

તેમણે સહકારી સંસ્થાઓને ખાદ્યતેલ અને કઠોળ અને ખાતરો સહિત ખાદ્ય ચીજોની આયાત ઘટાડવાની દિશામાં કામ કરવા પણ કહ્યું.

મોદીએ સહકારી સંસ્થાઓમાં ચૂંટણી પ્રણાલીમાં પારદર્શિતા લાવવાના મહત્ત્વ પર પણ ભાર મૂક્યો હતો અને કહ્યું કે આ સહકારી ચળવળમાં લોકોની વધુ ભાગીદારીને પ્રોત્સાહિત કરશે.
વડા પ્રધાને “સહકાર સે સમૃદ્ધિ ના તેના વિઝનના ભાગરૂપે સહકારી ક્ષેત્રના વિકાસ માટે છેલ્લા ૧૦ વર્ષમાં સરકાર દ્વારા લેવામાં આવેલી વિવિધ પહેલો વિશે વાત કરી હતી અને ખાસ કરીને સહકારી ક્ષેત્ર માટે ચોક્કસ મંત્રાલયની રચના પર પ્રકાશ પાડ્યો હતો.

એક અલગ મંત્રાલય દ્વારા દેશમાં સહકારી સંસ્થાઓને મજબૂત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, એમ તેમણે જણાવ્યું હતું.

મોદીએ એમ પણ કહ્યું કે મલ્ટી-સ્ટેટ કોઓપરેટિવ સોસાયટી એક્ટમાં સુધારો કરવામાં આવ્યો છે અને પેક્સને કોમ્પ્યુટરાઈઝ કરવામાં આવી રહ્યું છે.

વડા પ્રધાને દેશભરમાં ૧૮,૦૦૦ પેક્સના કોમ્પ્યુટરાઈઝેશન માટેના પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.

ખેડૂત ઉત્પાદક સંગઠનોનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું કે નાના ખેડૂતો ઉદ્યોગસાહસિક બની રહ્યા છે અને તેમની પેદાશોની નિકાસ પણ કરી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker