મહિનાના અંતમાં વિશ્વ યુદ્ધ શરૂ થઇ જશે… જાણો કોણે કરી આવી આગાહી

એક ભારતીય જ્યોતિષી, જેને “નવા નોસ્ટ્રાડેમસ” તરીકે ઓળખવામાં આવે છે, તેણે દાવો કર્યો છે કે કેટલાક દિવસની અંદર ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઇ જશે. તેમણે તાજેતરમાં ઇઝરાયલ અને હમાસ, રશિયા અને નાટો, ઉત્તર અને દક્ષિણ કોરિયા અને ચીન અને તાઇવાન વચ્ચેના તણાવમાં વધારો થવાની આગાહી કરી હતી.
હવે, તેમણે દાવો કર્યો છે કે જૂન 29ના દિવસથી ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઇ જશે. જોકે, તેમણે 18 જૂનથી 29 જૂન સુધીમાં ત્રીજુ વિશ્વયુદ્ધ શરૂ થવાની આગાહી કરી છે.
આ ભારતીય જ્યોતિષનુ નામ છે કુશલ કુમાર, વૈદિક જ્યોતિષી. તેઓ વૈશ્વિક ઘટનાઓની સચોટ આગાહી કરતા હોવાનું જાણવા મળ્યું છએ આ વખતે તેઓએ વિશ્વ યુદ્ધની આગાહી કરીને લોકોના હોંશ ઉડાવી મૂક્યા છે.
પોતાના દાવાને યોગ્ય ઠેરવવા માટે વર્તમાન ઘટનાઓની શ્રેણીનો ઉલ્લેખ કર્યો હતો. ઉત્તર કોરિયાના સૈનિકો વચ્ચે સીમાંકન રેખાને પાર કરીને દક્ષિણ કોરિયામાં જશે, એવો તેમણે દાવો કર્યો હતો. આ ઉપરાંત ઇઝરાયલ ગાઝાના સંઘર્ષમાં લેબેનોન પણ સંડોવાશે. આ વાતો સાચી પડી છે.
આ પણ વાંચો : Suryagrahan 2024: આ તારીખે છે વર્ષનું બીજું સૂર્યગ્રહણ! જાણો કયા દેખાશે અને સૂતકકાળ રહેશે કે કેમ ?
હાલમાં રશિયાએ તેની પરમાણુ સબમરિન ક્યુબા મોકલી છે. રશિયા હવાનામાં પરમાણુ સબમરીન સહિત યુદ્ધ જહાજો મોકલી રહ્યું છે. ચીન તાઇવાનના કિનારા પર યુદ્ધ કવાયતનું સંચાલન કર્યું હતું. આ બધી ઘટનાઓ આખરે વિશ્વ યુદ્ધ તરફ જ દોરી જશે, એમ તેમણે કહ્યું હતું.
હવે આપણે નોસ્ટ્રાડેમસ વિશે પણ જાણીએ. મિશેલ ડી નોસ્ટ્રાડેમસ એક ફ્રેન્ચ જ્યોતિષી હતા, જે 1555માં પ્રકાશિત તેમના પુસ્તક ‘લેસ પ્રોફેસીસ’ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. નોસ્ટ્રાડેમસની ભવિષ્યવાણીઓમાં લંડનની મહાન આગ, ફ્રેન્ચ ક્રાંતિ, નેપોલિયન અને એડોલ્ફ હિટલરનો ઉદય, બંને વિશ્વયુદ્ધો અને હિરોશિમા અને નાગાસાકી પરના પરમાણુ હુમલાઓ જેવી ઘટનાઓનો સમાવેશ થાય છે. આ સિવાય તેમણે પોતાના પુસ્તકમાં 1969માં એપોલો મૂન લેન્ડિંગ, 1986માં સ્પેસ શટલ ચેલેન્જર દુર્ઘટના, 1997માં પ્રિન્સેસ ઑફ વેલ્સ ડાયનાનું મૃત્યુ અને 11 સપ્ટેમ્બર, 2001ના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા હુમલાની પણ આગાહી કરી હતી.