જાણો… ત્રીજું વિશ્વયુદ્ધ છેડાય તો કેવો હશે વૈશ્વિક માહોલ, ભારત કોની તરફ રહેશે ?

નવી દિલ્હી : વર્ષ 2026ની શરૂઆતમાં અમેરિકાએ વેનેઝુએલા પર કરેલા હુમલાએ વિશ્વમાં તણાવ પેદા કર્યો છે. તેમજ તેની સાથે જ ત્રીજા વિશ્વ યુદ્ધની સંભાવનામાં પણ વધારો ર્ક્યો છે. જેમાં હાલ વિશ્વના અનેક દેશો વચ્ચેનો તણાવ આગામી સમયમાં ભયાનક સ્થિતી તરફ ઈશારો કરી રહ્યો છે.
વૈશ્વિક સંઘર્ષમાં ભારત તટસ્થ પરંતુ પ્રભાવશાળી રાષ્ટ્ર તરીકે સ્થાપિત
જોકે, આ દરમિયાન કોઈપણ વૈશ્વિક સંઘર્ષમાં ભારતની સ્થિતિ મહત્વપૂર્ણ અને નજીકથી જોવામાં આવશે. તેમજ ત્રીજુ વિશ્વ યુદ્ધ થાય તો
પણ ઔપચારિક રીતે કોઈપણ જૂથમાં જોડાય તેવી શકયતા નહિવત છે. તેમજ ભારત પોતાની વ્યૂહાત્મક સ્વાયત્તતાની નીતિ ચાલુ રાખશે અને પોતાને એક તટસ્થ પરંતુ પ્રભાવશાળી રાષ્ટ્ર તરીકે સ્થાપિત થશે.
આ પણ વાંચો : …તો ઈરાન યુએસ અને ઈઝરાયલના સ્થળો હુમલા કરશે; ઈરાનનો ટ્રમ્પને જવાબ
જોકે, હાલ વૈશ્વિક યુદ્ધ સત્તાવાર રીતે શરૂ થયું નથી. ત્યારે એક બીજા દેશ સાથે જોડાણ વધુને વધુ સ્પષ્ટ થઈ રહ્યા છે. તેમજ અનેક સંઘર્ષો એકબીજા સાથે જોડાયેલા છે અને એકબીજાને મજબૂત બનાવી રહ્યા છે. રશિયા-યુક્રેન યુદ્ધથી નાટો અને રશિયાને વચ્ચે સીધો મુકાબલો થયો છે.
ન્યૂ સ્ટાર્ટ પરમાણુ શસ્ત્રો સંધિ ફેબ્રુઆરી 2026 માં સમાપ્ત
આ ઉપરાંત મધ્ય પૂર્વમાં, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેની દુશ્મનાવટ, ઈરાનના પરમાણુ કાર્યક્રમનો મુદ્દો પણ આ પ્રદેશને યુદ્ધ તરફ ધકેલી દીધો છે. આ દરમિયાન અમેર્રિકા અને રશિયા વચ્ચે ન્યૂ સ્ટાર્ટ પરમાણુ શસ્ત્રો સંધિ ફેબ્રુઆરી 2026 માં સમાપ્ત થઈ રહી છે. કોરિયન દ્વીપકલ્પ પર તણાવ વધુ રહે છે અને ભારત-પાકિસ્તાન સરહદ પર લશ્કરી દેખરેખ ચાલુ છે. ત્યારે વેનેઝુએલા પર અમેરિકાના દબાણથી દક્ષિણ અમેરિકામાં એક નવો ભૂરાજકીય મોરચો ખુલ્યો છે.
મુખ્ય જૂથનું નેતૃત્વ અમેરિકા અને તેના સાથીઓ રાષ્ટ્રો કરશે
જો ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળે છે, તો એક મુખ્ય જૂથનું નેતૃત્વ અમેરિકા અને તેના સાથીઓ રાષ્ટ્રો કરશે. જેમાં અમેરિકા અને નાટો દેશો
યુકે, ફ્રાન્સ, જર્મની, ઇટાલી અને અન્ય યુરોપિયન દેશોનો સમાવેશ થશે. જાપાન, દક્ષિણ કોરિયા અને ઓસ્ટ્રેલિયા જેવા મુખ્ય ઇન્ડો-પેસિફિક સાથીઓ અને ઇઝરાયલ અને તાઇવાન જેવા વ્યૂહાત્મક ભાગીદારો સાથે હશે.
આ પણ વાંચો : ઇન્ડોનેશિયાના ટોબેલોમાં ભૂકંપના જોરદાર આંચકા: સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
રશિયા-ચીનના નેતૃત્વ હેઠળનું ગઠબંધન રચાય તેવી શક્યતા
જયારે બીજી બાજુ રશિયા-ચીનના નેતૃત્વ હેઠળનું ગઠબંધન રચાય તેવી શક્યતા છે. જેના મુખ્ય દેશોમાં રશિયા અને ચીનનો સમાવેશ થશે.જેને ઉત્તર કોરિયા, ઈરાન, બેલારુસ, સીરિયા અને વેનેઝુએલા દ્વારા સમર્થન આપવામાં આવશે. પાકિસ્તાન, ચીન સાથેના તેના ઊંડા વ્યૂહાત્મક અને લશ્કરી સંબંધોને કારણે આ જૂથ તરફ ઝુકાવી શકે છે.



