World VadaPav Day: ચટાકેદાર વડાપાંવ તો મનપસંદ સ્ટ્રીટ ફૂડ છે

આજે 23 ઓગસ્ટના રોજ વિશ્વ વડાપાંવ દિવસ પૂરો થયો. વડાપાંવ ખાનારાઓ અને ચાહકોએ માટે તો સૌથી પ્રિય સ્ટ્રીટ ફૂડ છે. મરચાંના પાવડર, તળેલા મરચાં અને ક્યારેક ચટણી સાથે નરમ પાંવમાં પીરસવામાં આવે છે, તે ગમે ત્યારે ગમે ત્યાં ઉપલબ્ધ છે. વડાપાંવ નહીં ખાનારા એટલે ડાયટિંગ કરનારા પણ વડાપાંવને ખાવાનું ચૂકતા નથી.
સરકાર પણ સેલિબ્રેશન કરે છે
આજે મુંબઈ જ નહીં, મહારાષ્ટ્રના અનેક જગ્યાએ લોકોએ સ્પેશયલ હોય છે. મુંબઈથી શરૂ થયેલી વડાપાવના વેચાણની સફર દેશભરમાં ફેલાઈ ગઈ છે અને વિદેશી કંપનીઓએ તેને પોતાની બ્રાન્ડના નામથી વેચવાનું શરૂ કર્યું છે. મહારાષ્ટ્ર સરકારની સાથે ટૂરિઝમ વિભાગ દ્વારા દર વર્ષે સેલિબ્રેશન કરવામાં આવે છે અને સ્પેશયલ મેસેજ આપે છે. વડાપાંવ માટે દરેક મહારાષ્ટ્રીયનના દિલમાં આગવું સ્થાન રહેલું છે, જ્યારે મહારાષ્ટ્ર જ નહીં, વિદેશમાં રહેનારા મરાઠી લોકો માટે વડાપાવનું ઘેલું વધારે લાગેલું છે.
આ પણ વાંચો : National Space Day: વિક્રમ અને પ્રજ્ઞાને આજે રચ્યો હતો ઈતિહાસ, પીએમ મોદીએ શુભેચ્છા પાઠવી…
ફિલ્મી કલાકારોનું મનપસંદ સ્ટ્રીટફૂડ
મહારાષ્ટ્રીયન જ નહીં, ગુજરાતી, પંજાબી અને યુપીમાં વડાપાંવ તો અચૂક ખવાય છે. જાણીતા ઉદ્યોગપતિ કે ફિલ્મી કલાકારો વડાપાંવ ખાદ્યા વિના રહી શકતા નથી. બોલીવુડમાં રણબીર કપૂર પણ કહી ચૂક્યો છે કે મારી ફેવરિટ ડિશ વડાપાંવ છે. સંઘર્ષના દિવસોમાં કિંગ ખાન પણ વડાપાંવ ખાતો. શાહરુખ સિવાય જેકી શ્રોફ, માધુરી દિક્ષીત, શ્રદ્ધા કપૂર, શિલ્પા શેટ્ટીને પણ વડાપાંવ બહુ ભાવે છે.
મકાઈ, ચણા, પનીરના પણ બને છે વડાપાંવ
મુંબઈમાં વડાપાંવ વેચતા અસંખ્ય સ્ટોલ છે, પરંતુ એવું કહેવાય છે કે 1966માં દાદર સ્ટેશન પર અશોક વૈદ્યનો પહેલો સ્ટોલ હતો. આજે, એ જ જગ્યાએ અલગ અલગ પ્રકારના ટેસ્ટવાળા વડાપાંવ તૈયાર કરવામાં આવે છે. આ ઉપરાંત, મકાઈ, ચણા અને પનીર અને તે પણ ‘ઉલ્ટા વડા પાવ’ સાથે, પરંતુ ક્લાસિક હૉટ ફેવરિટ છે.
મસાલેદાર હોવાથી ટેસ્ટ દાઢમાં રહી જાય
વડાનો ટેસ્ટ થોડો મસાલેદાર હોય છે, તેથી તે પાવ સાથે ખૂબ જ મજેદાર હોય છે. જો તમે તેની સાથે કટિંગ ચા પીશો તો તમને દિવસભર ભૂખ નહીં લાગે. આજે તેનો સ્વાદ ઘણો છે પણ સ્વાદ વાસ્તવિક મુંબઈના વડાપાંવ બધા કરતા અલગ છે. લોકોનું ખાસ માનવું હોય છે દરેક રાજ્યમાં અલગ અલગ વડાપાંવ મળે છે, પરંતુ મુંબઈ-પુણે જેવા ક્યાંય નહીં.