World Tiger Day: લોકોને જોવા જતું હતું બચ્ચુ, ત્યાં જ વાઘણે આવીને કર્યું કંઈક એવું કે…

આજે 29મી જુલાઈ એટલે વર્લ્ડ ટાઈગર ડે. વાઘ એ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે અને તેના સંવર્ધન માટે દેશભરમાં અને ટાઈગર રિઝર્વ શરૂ કરવામાં આવ્યા છે. લોકોમાં આ પ્રાણીના સંવર્ધનને લઈને જાગરૂતા આવે એ માટે દર વર્ષે 29મી જુલાઈના વર્લ્ડ ટાઈગર ડેની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે ચાલો જોઈએ ટાઈગર ડે સ્પેશિલ સ્ટોરી..
હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં એક માની પોતાના સંતાન માટેના વ્હાલ અને ચિંતાનું સુંદર મિશ્રણ જોવા મળી રહ્યું છે. વીડિયોમાં જોવા મળે છે કે ઝૂમાં વાઘનું એક બચ્ચું ધીરે ધીરે ગૂફામાંથી બહાર આવે છે અને લોકોની ભીડની તરફ વધે છે, પરંતુ તરત જ પાછળથી વાઘણ આવીને તેને ખેંચીને પાછું લઈ જાય છે…
સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને એવું પણ લાગે છે કે માણસ હોય કે જાનવર, દરેક માતા પોતાના બાળકની સુરક્ષાને લઈને ચિંતિત હોય છે. વીડિયોમાં જોવા મળે છે કે લથડિયા ખાતું ધીરે ધીરે ટાઈગર કબ લોકોની ભીડની દિશામાં આગળ વધે છે, પરંતુ જેવી વાઘણની નજર બચ્ચા પર પડે છે એટલે તે પાછળથી આવીને બચ્ચાને પાછું ખેંચીને લઈ ડાય છે. આ સમયે વાઘના ચહેરાં પર ચિંતા અને ગુસ્સો બંને જોવા મળે છે.
વાઘણ અને બચ્ચાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઈન્સ્ટાગ્રામ પર @tv1indialive નામની આઈડી પરથી શેર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં 14 મિલિયનથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. નેટિઝન્સ આ વીડિયો પર ભરપૂર કમેન્ટ કરી રહ્યા છે. આ વીડિયો જોઈને ઝૂમાં જાનવરોની સ્થિતિને લઈને પણ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે.
એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે માને ખબર છે કે માણસ જોખમી હોઈ શકે છે. બીજા એક યુઝરે લખ્યું હતું કે વાઘણે પોતાના બચ્ચાને માણસો અને કેમેરાથી બચાવી લીધું. ત્રીજા એક યુઝરે લખ્યું હતું કે માતાને માણસની સચ્ચાઈ ખબર છે… તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો.