નેશનલ

વર્લ્ડ નૉ ટોબેકો ડેઃ મન મક્કમ રાખી આ રીતે છોડો જીવલેણ તમાકુંની આદત

તમાકુ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોય છે, છતાં પણ અસંખ્ય લોકો તમાકુનું સેવન કરતા હોય છે. તમાકુના સેવનથી મોઢાનું કેન્સર થાય છે. લોકો તેનું સીધું સેવન કરે છે તેમજ સિગારેટ કે બીડીના રૂપમાં પણ કરે છે. આના કારણે તમારા લીવર, કિડની, ફેફસાને નુકસાન પહોંચાડે છે અને હૃદય માટે પણ હાનિકારક છે.

વ્યસનથી છુટકારો મેળવવો મુશ્કેલ છે પરંતુ અશક્ય નથી

તમાકુનું સેવન ઘાતક છે, જીવલેણ છે તે જાણતા હોવા છતાં લોકો કોઈને કોઈ સ્વરૂપમાં તેનું સેવન કરવાનું ચાલુ રાખે છે. એવા પણ સાચી છે કે, તમાકુના વ્યસનથી છુટકારો મેળવવો ખૂબ જ મુશ્કેલ છે. પરંતુ જો મન મક્કમ કરી લેવામાં આવે તો તે પણ થઈ શકે છે. જો તમે પણ તમાકુના વ્યસની બની ગયા છો અને આ વ્યસન છોડવા માંગો છો તો તે શક્ય છે. પોતાના માટે નહીં પરંતુ પરિવાર માટે વ્યસન છોડી દેવું જોઈએ. તો ચાલો તમને એવા ઉપાયો બતાવી એ જેનાથી તમે તમાકુના વ્યસનથી છૂટકારો મેળવી શકો છો.

આ પણ વાંચો: મેલ મેટર્સ : વિશ્વ તમાકુ નિષેધ દિવસ તંબાકુના ઘાતક પ્રહાર વચ્ચે ભારતીય પુરુષ ક્યાં છે?

વ્યસનથી છૂટકારો મેળવવા સૌ પ્રથમ આ કરો

તમારે કોઈપણ પ્રકારના વ્યસનથી છૂટકારો મેળવવો હોય તો સૌથી પહેલા તમારે દ્રઢ નિર્ધાર કરવો પડે અને તમારી જાત સાથે કટિબદ્ધ થવું જોઈએ કે હું આ વ્યસન છોડી ને જ જંપીશ. ઘણી વખત લોકો સંકલ્પ લે છે પણ તેને અધવચ્ચે છોડી દેતા હોય છે. તેથી સૌથી મહત્વપૂર્ણ છે કે તમે એવા લોકોથી અંતર રાખો જે સિગારેટ પીવે છે અને તમને પણ ધૂમ્રપાન કરવા માટે પ્રોત્સાહિત કરે છે. આવી સ્થિતિમાં, તમે તમાકુ કે સિગારેટ પીવાથી, ગુટખા ખાવાથી પોતાને રોકી શકો છો.

મોઢામાં કંઈક ચાવતા રહેવું

જ્યારે પણ તમને તમાકુ ખાવાનું, સિગારેટ કે બીડી પીવાનું મન થાય, ત્યારે તમે મોઢામાં એલચી, લવિંગ, વરિયાળી ચાવી શકો છો. જો આમાંથી કોઈ પણ વસ્તુ ઉપલબ્ધ ન હોય, તો ચ્યુઇંગ ગમ ચાવવાનું રાખો. આનાથી ધીમે ધીમે તમાકુની ઇચ્છા ઓછી થાય છે. બજારમાં કેટલીક કેન્ડી અને ચ્યુઇંગ ગમ પણ આવી રહી છે જે નિકોટિનની તૃષ્ણાને ઘટાડવામાં મદદરૂપ થાય છે.

આ પણ વાંચો: વ્યસન: અથથી ઈતિ સુધી

તમાકુ ખાવાની ઇચ્છા તો એક ગ્લાસ પાણી પીવો

જ્યારે પણ તમને તમાકુ ખાવાની ઇચ્છા થાય ત્યારે એક ગ્લાસ પાણી પીવો અને 5 મિનિટ આરામ કરો. આનાથી તમારા શરીરને હાઇડ્રેટ તો થશે જ, પરંતુ તે દરમિયાન તમને ઘણી રાહત પણ મળશે અને ધીમે ધીમે આ રીતે તમે તમાકુ છોડવા માટે તમારી જાતને તૈયાર કરી શકશો.

રોજ સવારે શ્વાસ લેવાની કસરત કરો

તમાકુ, બીડી કે સિગારેટના વ્યસનથી છૂટકારો મેળવવા માટે રોજ સવારે તમારા રોજિંદા જીવનમાં શ્વાસ લેવાની કસરત કરવાનું શરૂ કરો. જેમ કે, અનુલોમ વિલોમ, પ્રાણાયમ. આનાથી તમે તમારી જાતને ઘણી હદ સુધી નિયંત્રિત કરી શકશો અને સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદા થશે. એટલું જ નહીં પરંતુ ત્યારે તમે તે સમય દરમિયાન શ્વાસ લેવાની કસરત પણ કરી શકો છો.

તમારી જાતને કોઈ ગમે કામમાં વ્યસ્ત રાખો

જો તમને તમાકુ ખાવાનું કે સિગારેટ પીવાનું મન થાય છે, તો તે સમય દરમિયાન તમારા મનને કોઈ બીજા કામ તરફ વાળો એટલે કે કોઈ કામમાં પોતાનું મન પરોવી દો. આ સમય દરમિયાન તમે તમારી પસંદગીના અન્ય કોઈ કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો. આનાથી, તમે કોઈ નવું કામ કરી શકશો અને તમારું ધ્યાન સિગારેટ અને તમાકુ તરફ પણ નહીં જાય.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button