World Diabetes Day 2024: TV Celebrities Living with Diabetes
નેશનલમનોરંજન

World Diabetes Day-2024: આ બોલીવૂડ સેલેબ્સ છે ડાયબિટીસના શિકાર, જાણો કઈ રીતે કરે છે કન્ટ્રોલ?

આજે 14મી નવેમ્બરના ચિલ્ડ્રન્સ ડે અને વર્લ્ડ ડાયબિટીસ ડે પણ સેલિબ્રેટ કરવામાં આવે છે. દુનિયાભરમાં ડાયબિટીસ વિશે જાગરૂક્તા લાવવા માટે આ દિવસની ઊજવણી કરવામાં આવે છે. જ્યારે પેનક્રિયાઝ યોગ્ય પ્રમાણમાં ઈન્સ્યુલીન પ્રોડ્યુસ ના કરે ત્યારે ડાયાબિટીસની બીમારી થાય છે. ડાયબિટીસના દર્દીઓને શારીરિક અને માનસિક બંને પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે. પરંતુ શું તમને ખબર છે તે તમારા કેટલાક ફેવરેટ ટીવી સ્ટાર પણ આ બીમારીનો સામનો કરી રહ્યા છે? ચાલો તમને જણાવીએ આ સેલેબ્સ વિશે-

Also read: કરોડપતિ બિઝનેસમેન સાથે ઇલુ ઇલુ કરી રહી છે આ 49 વર્ષીય અભિનેત્રી

સોનમ કપૂરઃ બોલીવૂડની ફેશન ડીવા સોનમ કપૂર 17 વર્ષની હતી ત્યારે જ તેને ડાયબિટીસ ટાઈપ-1 ડિટેક્ટ થયું હતું. એક્ટ્રેસ પોતાના બિઝી શેડ્યુલ વચ્ચે પણ આ બીમારીને કન્ટ્રોલ કરવા માટે હેલ્ધી ડાયેટ લે છે અને સાથે સાથે દરરોજ એક્સરસાઈઝ અને સ્વિમિંગ જેવી ફિઝિકલ એક્ટિવિટી પણ કરે છે.

સામંથા રૂથ પ્રભુઃ 2013માં સિટાડેલ હની બની એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુએ ખુલાસો કર્યો હતો કે તેને ડાયબિટીસ છે. આ બીમારીને કન્ટ્રોલ કરવા માટે એક્ટ્રેસ હેલ્ધી ડાયેટ, એક્સરસાઈઝ અને સિમ્પ્ટમ્સનું મોનિટરિંગ કરતી રહે છે.

સુધા ચંદ્રનઃ એક શાનદાર ડાન્સર અને એક્ટ્રેસ સુધા ચંદ્રને પોતાના જીવનમાં અનેક પડકારોનો સામનો કર્યો છે. તેમની જર્ની ખૂબ જ ઈન્સપાઈરિંગ છે. તેઓ પણ ડાયબિટીસથી પીડાઈ રહ્યા છે. પરંતુ પોતાની હેલ્ધી લાઈફસ્ટાઈલ અને ડાયેટને બદલીને તેઓ આ બીમારીને મેનેજ કરી રહ્યા છે.

કમલ હાસનઃ સાઉથના સુપર સ્ટાર્સમાં કમલ હાસનની ગણતરી કરવામાં આવે છે અને તેમને પણ સોનમ કપૂરની જેમ ટાઈપ-1 ડાયબિટીસ છે. એક્ટર જિમ વર્કઆઉટ, દારૂ છોડીને અને યોગાની મદદથી પોતાની ડાયબિટીસને નિયંત્રણમાં રાખે છે.

ગૌરવ કપૂરઃ ટીવીનો જાણીતો ચહેરો અને પર્સનાલિટી ગૌરવ કપૂરને 22 વર્ષની ઉંમરે જ ખબર પડી હતી કે તેમને ડાયાબિટીસ છે. ગૌરવ કપૂર પોતાની ડાયબિટીસને કન્ટ્રોલ કરવા માટે લાઈફસ્ટાઈલમાં ખાસ્સા એવા ફેરફારો કર્યા છે. તે શૂટિંગના સેટ પર પણ ઘરે બનાવેલું જ ભોજન કરે છે.

ફવાદ ખાનઃ પાકિસ્તાની એક્ટર ફવાદ ખાનને પણ 17 વર્ષની ઉંમરે જ જાણ થઈ હતી કે તેને ટાઈપ-1 ડાયબિટીસ છે. કથિત રીતે તેને આ બીમારી ઓટોઈમ્યુન ડિસઓર્ડરને કારણે થઈ હતી. એક્ટરે આ બીમારીનો સામનો કરવા માટે લાઈફસ્ટાઈલમાં ખૂબ જ ફેરફાર કરીને આ બીમારીને કન્ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો છે. આ સાતે સાથે ફવાદ ઈન્સ્યુલિન પણ લે છે.

નિક જોનાસઃ હોલીવૂડનો સિંગર અને બોલીવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપ્રાના પતિ નિક જોનાસ 13 વર્ષનો હતો ત્યારે જ તેને ટાઈપ-1 ડાયબિટીસ હોવાનું જાણવા મળ્યું હતું. હેલ્ધી ડાયેટ અને રેગ્યુલર ગ્લુકોઝ મોનિટરિંગ સિસ્ટમની સાથે પોતાની ટાઈપ-1 ડાયબિટીસને કન્ટ્રોલમાં રાખે છે.

Also read : દીપિકાના પ્રેમમાં પાગલ બન્યો રણવીર સિંહ, શેર કરી ખાસ પોસ્ટ

Back to top button