નેશનલ

વર્લ્ડ કપ: ઑસ્ટ્રેલિયાએ બંગલાદેશને આઠ વિકેટે હરાવ્યું

ઑસ્ટ્રેલિયાનો સેમિફાઈનલમાં પ્રવેશ

વિજયનો આનંદ: ક્રિકેટ વિશ્ર્વ કપની શનિવારે પુણેમાં રમાયેલી મેચમાં બંગલાદેશ સામે વિજયનો આનંદ માણતા ઑસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ અને મિચેલ માર્શ. (પીટીઆઇ)

પુણે: અહીં શનિવારે રમાયેલી આઈસીસી મેન્સ વન-ડે વર્લ્ડ કપની ઑસ્ટ્રેલિયા અને બંગલાદેશ વચ્ચેની મૅચમાં બંગલાદેશને આઠ વિકેટે પરાજય આપી ઑસ્ટ્રેલિયાએ ટૂર્નામેન્ટની સેમિ ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.

પ્રથમ બૅટિંગમાં ઉતરેલી બંગલાદેશની ટીમે તાન્ઝિદ હસનના (૩૬), નજમૂલ હોસૈન (૪૫), તૌહિદ હૃદોય (૭૪), મોહમ્મદુલ્લા રિયાદ (૩૨), મુશફિકર રહીમ (૨૧), મહેંદી હસન મિરાઝ (૨૯), નસૂમ અહમદ (૦૭), મહેંદી હસન અણનમ (૦૨) અને તકસિન અહમત અણનમ (શૂન્ય) રનની મદદથી નિર્ધારિત ૫૦ ઑવરમાં આઠ વિકેટને ભોગે ૩૦૬ રન બનાવ્યા હતા.
ઑસ્ટ્રેલિયા વતી જૉશ હૅઝલવુડે ૨૧ રનમાં બે, સિન અબૉટે ૬૧ રનમાં બે, આદમ ઝમ્પાએ ૩૨ રનમાં બે અને માર્કસ સ્ટૉઈનિસે ૪૫ રનમાં એક વિકેટ ઝડપી હતી.

૩૦૭ રનના વિજયી લક્ષ્યાંકને પાર પાડવા ઉતરેલી ઑસ્ટ્રેલિયાની ટીમે ટ્રાવિસ હૅડના (૧૦), ડૅવિડ વૉર્નર (૫૩), મિશૅલ માર્શ અણનમ ૧૭૭ અને સ્ટિવ સ્મિથના અણનમ ૬૩ રનની મદદથી ૪૪.૪ ઑવરમાં બે વિકેટને ભોગે ૩૦૭ રન બનાવી લેતાં બંગલાદેશની ટીમનો આઠ વિકેટે પરાજય થયો હતો.

માર્શે વૉર્નર સાથે બીજી વિકેટની ભાગીદારીમાં ૧૧૬ બોલમાં ૧૨૦ રન અને સ્મિથ સાથે ત્રીજી વિકેટની અણનમ ભાગીદારીમાં ૧૩૬ બોલમાં ૧૭૫ રન ફટકાર્યા હતા.

બંગલાદેશ વતી તસ્કિન અહમદે ૬૧ રનમાં એક, મુસ્તાફિઝુર રહમાને ૭૬ રનમાં એક વિકેટ ઝડપી હતી.

હવે ભારત જો રવિવારની મૅચમાં નૅધરલૅન્ડસને હરાવે તો તેવા સંજોગોમાં બંગલાદેશ પૉઈન્ટ ટેબલમાં આઠમું સ્થાન મેળવવાની અને વર્ષ ૨૦૨૫માં પાકિસ્તાનમાં યોજાનારી ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ક્વૉલિફાય થઈ શકે છે. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button